બેઝબોલ સ્ટાર બેરી બોંડ્સ દ્વારા એક ચોંકી જવાય એવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે પોતાના બેવર્લી હિલ્સના આલીશાન મેંશનને વેચવા મુક્યુ છે. કિંમત 25 મિલિયન યુ.એસ. ડોલર હશે એમ જાણકારો કહી રહ્યા છે. આ નિર્ણય તેણે એ ઘટનાને હજી સાત દિવસ પણ નથી થયા અને લીધો છે જ્યારે તેને બેઝબોલ હોલ ઓફ ફેમમાં પ્રવેશ માટે ઇંકાર કરવામાં આવ્યો હતો.
તે હવે બેવર્લી હિલ્સ વેચીને ઘણા બધાં નાણાં કમાવવા માંગે છે. 48 વરસના બેરી બોંડ્સનું નામ બેઝબોલની દુનિયામાં બહુ મોટું છે. બજારમાં જે મેંશન વેચાણમાં મુકાયું છે તે 17,100 ચોરસ-ફુટની જગ્યામાં ફેલાયેલું છે. સાત બેદરૂમ છે, 14 બાથરૂમ છે.
2002માં તેણે આ મહેલ 8.7 યુ.એસ. મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. તેનો ભાવ હવે ત્રણ ઘણો બોલાય છે. આ મહેલ એવી જગ્યાએ છે જ્યાં હોલીવુડના મોટા સિતારાઓ રહે છે. મેંશનમાં મ્યુસિક રૂમ છે. ટ્રોફી રૂમ છે. જીમ, પૂલ, ટેનિસ કોર્ટ પણ છે. બોંન્ડ્સે આ ખરીદ્યા બાદ તેમાં ઘણા ફેરફારો પણ કર્યા હતા.
આ મેંશન વેચવાનું કામ જેણે હાથમાં લીધું છે તે પણ અબજોની સંપતિ ધરાવે છે. આ ઇટાલિયન વિલાને કોણ ખરીદશે તેની પર સૌની નજર છે?
તસવીરોમાં જુઓ, બેવર્લી હિલ્સના સૌથી શાનદાર મેનશનને અંદરથી.