57 વર્ષે પણ યુવાન દેખાવા કેવું કેવું કરે છે આ ડિઝાઇનર!
Divyabhaskar.com
| Jul 10, 2012, 13:17PM IST

ઈટાલિયન ફેશન ડિઝાઇનર ડોનાટેલા વર્સાચે જણાવે છે કે યુવાન દેખાવા માટે તે રોજ રાત્રે ડીપ ફ્રિઝરમાં સૂવે છે.
ટેલીગ્રાફ ઓનલાઇન પ્રમાણે 57 વર્ષીય ડોનાટેલાનું કહેવું છે કે તેણે માત્ર પોતાના ચહેરા પર બોટોક્સના ઈન્જેક્શન લીઝા છે, પણ સતત યુવાન દેખાવા માટે તે ડીપ ફ્રિઝરમાં ઝોકું લઈ લે છે. ડોનાટેલા જણાવે છે, ‘હું આટલી યુવાન કઈ રીતે લાગું છું? તમે નથી સાંભળ્યું? હું રોજ રાત્રે ડીપ ફ્રિઝરમાં સૂવું છું.’
ઈટાલિયન ફેશન કંપની વર્સાચે સમૂહની ઉપાધ્યાક્ષ ડોનાટેલા વર્સાચે એ પણ કહે છે કે તે ઈટાલિયન ડિઝાઇનર અને પ્રેડાના સંસ્થાપક મિયુકિયા પ્રેડાની પૌત્રી મારિયો પ્રેડાની ફ્રેન્ડશિપની મઝા લઈ રહી છે. તે કહે છે, ‘અમે અંદરોઅંદર બહુ જ વાતો કરીએ છે અને એક બીજા સાથે મસ્તી પણ કરીએ છે.’





