ટેબલની આ ડિઝાઇન જોઈ તમે પણ બની જશો તેના ‘ફેન’!
Divyabhaskar.com
| Jul 10, 2012, 14:57PM IST

જેમ્સ ડી વુલ્ફ શાનદાર ઈનોવેશન્સ માટે જાણીતા છે. તેમના ઈનોવેશન્સ મોડર્ન ટેક્નોલોજીથી ભરપૂર અને અત્યંત આકર્ષક હોય છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા આર્ટ મોટે ભાગે ફંક્શનલ આર્ટ તરીકે ઓળખાય છે.
જેમ્સ ડીની ફર્મ, ડી. વુલ્ફે તાજેતરમાં જ એક નવી ડિઝાઇન બનાવી છે. આ ડિઝાઇન ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઇનથી ઈન્સપાયર્ડ છે. વાસ્તવમાં આ ડિઝાઇન છે એક કોફી ટેબલ. આ ટેબલનો લૂક તદ્દન ફેન જેવો જ છે.
આ ટેબલ બનાવવામાં સ્લાઇસ્ડ સ્ટીલ પેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી આ ટેબલને એકદમ રિયલ ફેન જેવો લૂક આપી શકે. આ ટેબલ લૂકમાં એકદમ અપીલિંગ છે, જે તમારા લિવિંગ રૂમને એકદમ જીવંત બનાવી દેશે.





