તરસ લાગે તો તમે શું કરો છો? નજીકના કોઇ કુવા કે નળ જઇને પાણી પી લો છો. વધુમાં વધુ તમે પાણીને એક બોટલ ખરીદી લો છો. ક્યાંક મફતમાં તરસ છીપાઇ જાય છે અથવા તો ક્યાંક બોટલના 10-15 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પણ તમને ક્યારેય કલ્પનામાં પણ એવો વિચાર આવ્યો છે કે પાણીના એક ઘુંટડા માટે તમારે ત્રણ લાખ રૂપિયા આપવા પડે. કલ્પનામાં પણ ના આવે એવી વાત હવે સાચી પડી રહી છે. પાણી સોનાના ભાવે. અરે, એથી પણ મોંઘું.
તરસ બુઝાવવી એ બહુ મોટી વસ્તુ છે પણ જો તેની સાથે બ્રાંડ અને સ્ટેટસનું સમંવય કરી દેવામાં આવે તો તરસ કેટલી મોટી બની જશે? આ જ કોંસેપ્ટને આધારે બનાવી દેવાઇ છે દુનિયાની સૌથી મોઘી વોટર બોટલ.
Acqua di Cristallo Tributo a Modigliani છે દુનિયાની સૌથી મોંઘી વોટર બોટલ. આ બોટલમાં 750 એમ.એલ. પાણી હોય છે. આ એક બોટલની કિંમત છે 32 લાખ રૂપિયા. ફરીએક્વાર, 32 લાખ રૂપિયા. આ બોટલમાં ફ્રાંસ કે ફિઝીનું પાણી હોય છે. પાણીમાં 5 મિલિગ્રામ ગોલ્ડ ડસ્ટ ભેળવવામાં આવે હોય છે.
આ બોટલને બનાવી છે સૌથી મશહુર બોટલ ડીઝાઇનર ફર્નાંડો એલ્ટામિરાનો. જેને બનાવવામાં 24 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રાંડની સૌથી સસ્તી બોટલની કિંમત પણ બે લાખ રૂપિયા છે.
છે ને વાત સાચી.. પાણી વેચાય છે સોનાના ભાવે...