નામ છે તેનું Henna. તે ચીનનું સૌથી પહેલું ભવ્ય લકઝરી ક્રૂઝ છે. ગત જાન્યુઆરી 26મીએ જ્યારે આપણે પ્રજાસતાક દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે આ ક્રૂઝ્નો શુભારંભ થઇ રહ્યો હતો. તેની પહેલી યાત્રા ચીનના Sanya Phoenix Island international port ઉપરથી શરૂ થઇ હતી. આ ક્રૂઝની માલિકી HNA Cruisesની છે. આ ક્રૂઝમાં એકસાથે 1965 મુસાફરો આવી શકે છે, કુલ 739 કેબિનો છે. રેસ્ટોરંટ્સ છે. ડીઝાઇનર શોપ્સ છે. કેસિનો છે, સિનેમા છે, પુલ્સ છે. જાણવા મળ્યા મુજબ, આ ક્રૂઝ આગામી થોડા સમયમાં આખા ક્રૂઝ માર્કેટ્ને કબજે કરી લેશે.
Photo credit: facebook.com