બોલીવુડમાં ફેશનેબલ સ્ટાર ગણાતા અર્જુન રામપાલની સૌથી મોટી નબળાઇ હોય તો તે છે ટ્રાવેલીંગ. ટ્રાવેલીંગનું નામ સાંભળીને પણ રાજીના રેડ થઇ જાય છે. તેની પાસે ઘણી બધી લક્ઝરી કાર્સ છે. જેમાં Porsche, BMW 7 series, Mc Laren, અને a Range Roverનો સમાવેશ થાય છે. તેને કાર્સ ખરીદીને રાખવી ગમે છે. તે માત્ર કારને દેખાડવા માટે નથી રાખતો પણ તે મન ભરીને તે ચલાવે છે.
શાહરૂખખાને પણ રા-વનનું શુટીંગ પતી ગયા બાદ અર્જુનને એક કાર ગિફ્ટ આપી હતી. અર્જુન રામપાલની ફિલ્મ ઇંકાર શુકવારે રિલીઝ થઇ રહી છે. ચિત્રાંગદા સિંહ સાથે તેની જોડી બહુ જોરદાર જામે છે.
જુઓ અર્જુનની તસવીરો તેની નબળાઇઓ સાથે