ગેઝેટની દુનિયામાં એપ્પલનો એક નવો ‘ધમાકો’!
Divyabhaskar.com
| Jul 07, 2012, 14:50PM IST

અમેરિકન મલ્ટીનેશનલ કોર્પોરેશન એપ્પલ ટૂંક સમયમાં જ પોતાનું નવુ ટેબલેટ લોન્ચ કરવાની છે. કંપની આ ટેબલેટના લોન્ચિંગ માટે બધી પ્રિપેરેશન કરી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ટેબલેટ સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી જશે.
આ ટેબલેટ એપ્પલના 2010માં લોન્ચ કરવામાં આવેલા આઈપેડ કરતા 8 ઈંચ નાનું છે. 2010માં લોન્ચ કરવામાં આવેલુ આઈપેડ 9.7 ઈંચનું હતું. આની કિંમત હજુ સુધી જાણી શકાઈ નથી.
એપ્પલે માર્કેટમાં પોતાના આઈપેડ લોન્ચ કર્યા પછી આખા માર્કેટને ડોમિનેટ કરી લીધું છે. જો કે વધતી કોમ્પીટિશન સાથે સેમસંગ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગૂગલ, એપ્પલ સાથે કમ્પીટ કરવાની તૈયારીઓ કરી રહી છે.
આ આઈપેડના ફેન થઈ ગયા ભારતીયો:
મહિનાઓ સુધી રાહ જોયા પછી એપ્પલે પાછલા મહિને પોતાનું આઈપેડ ભારતીય બજારમાં લોન્ચ કરી દીધું છે, જેની શરૂઆતની કિંમત 30,500 રૂપિયા છે.
નવા રેટિના ડિસ્પ્લેવાળા આ આઈપેડમાં એપ્પલનીનવી ચિપ લાગેલી છે. તેમાં પાંચ મેગાપિક્સલનો આઈસાઇટ કેમેરા છે. આઈપેડ 16 જીબી, 32 જીબી અને 64 જીબી ક્ષમતાના 3 સંસ્કરણોમાં છે. આ સાથે જ કંપનીએ પોતાના પૂર્વ મોડલોની કિંમત પણ ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. આઈપેડ-2 (16 જીબી)ની કિંમત હવે 24,500 રૂપિયા છે. આ આધુનિક સંસ્કરણ 4જી નેટવર્કમાં પણ કામ કરી શકે છે.





