ત્રણ સુંદર પત્નીઓ, ચાર બાળકો, 50 વરસની ઉંમર. હોલીવુડમાં ડંકો. આ બધું એક જ વ્યક્તિના નામે હોય તો? છે, ભાઇ. ભલે તેણે લગ્નો કરી કરીને છુટાછેડા આપી દીધા પણ તેણે જેમની સાથે લગ્ન કર્યા હતા તેમના નામ સાંભળીને પણ ઉત્તેજના છવાઇ જાય છે તો તેણે માણેલી ક્ષણોનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
નામ છે તેનું ટોમ ક્રુઝ, મુળ નામ થોમસ ક્રુઝ મેપોથર IV. તે અમેરિકાનો બહુ જ જાણીતો એકટર અને પ્રોડ્યુસર છે. આ નામને તો હવે આખી દુનિયા ઓળખે છે. 19 વરસબ્ની વયે 1981માં એકટર તરીકે કારકિર્દી શરૂ કરનાર ટોમ અનેક એવોર્ડ મેળવી ચુકયો છે.