આ છે વિશ્વની સૌથી મોંઘી રમ, કિંમત નથી કોઈ કારથી કમ!
Divyabhaskar.com
| Jul 17, 2012, 12:13PM IST

રમ બનાવનારી કંપની Angostura દુનિયાભરમાં જાણીતી છે. આ ફર્મની યંગેસ્ટ રમ માત્ર 17 વર્ષ જૂની છે, કારણ કે તે અત્યંત ખાસ અને રેર છે. કંપનીએ અત્યારે પૂરી તૈયારીઓ કરી લીધી છે કે આ રમ અત્યાર સુધી પ્રોડ્યુસ કરવામાં આવેલી રમમાં સૌથી સારા સ્વાદવાળી છે.
આ બોટલ પર 14 લાખ રૂપિયાની કિંમતનો ટેગ લગાવાયેલો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ રેર રમને ચાખવા માટે આ કિંમત કંઈ વધારે નથી. કંપનીએ એ પણ એનાઉન્સ કરી દીધું છે કે એક વખત બધી બોટલ્સ વેચાઈ જાય તે પછી તેમની પાસે બીજો કોઈ સ્ટોક નહીં રહે. આનું કારણ તેનો લિમિટેડ એડિશન સ્ટોક છે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રમના શોખીન અને કલેક્શન કરનારા લોકો આ રમ ચોક્કસ ખરીદશે.






