Advertisement
Home >> Brands >> Endorse >> 50 Years Of Agent 007 And His Rides On Display In

જાણવા જેવી છે, જેમ્સ બોન્ડની કારની સૌથી રસપ્રદ વાત!

Divyabhaskar.com | Jul 07, 2012, 17:20PM IST
 
 

જેમ્સની પહેલી ફિલ્મમાં વિલન ગોલ્ડફિંગરે રોલ્સરોય્સ ફેન્ટમ-3 ચલાવી હતી

પોતાના અનોખા અંદાજથી આખી દુનિયામાં ચાલાક અપરાધીઓને પાડી દેનારા જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ ‘ડોક્ટર નંબર’ 1962માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં એજન્ટ જેમ્સ બોન્ડનું કેરેક્ટર Sean Connery એ પ્લે કર્યું હતું. આ ફિલ્મના 50 વર્ષ પૂરા થવા પર યુકેમાં બે એક્ઝીબિશન યોજાવા જઈ રહ્યા છે. આ એક્ઝીબિશનમાં એ પ્રોપ્સ અને કોસ્ટ્યુમ્સ રાખવામાં આવ્યા છે, જે જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવ્યા હતા. બીજુ એક્ઝીબિશન એ શાનદાર ગાડીઓનું છે, જે જેમ્સ બોન્ડે પોતાની ફિલ્મોમાં દોડાવી હતી.

સ્કાયફોલ જેમ્સ બોન્ડ સીરીઝની આવનારી ફિલ્મ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક્ઝીબિશન સ્કાયફોલ રિલીઝ થતાં પહેલા યોજવામાં આવશે. સ્કાયફોલમાં એજન્ટ જેમ્સ બોન્ડનું કેરેક્ટર ડેનિયલ ક્રેગ પ્લે કરી રહ્યો છે. જૂડી ડેન્ચ પણ આ ફિલ્મમાં દેખાશે. જૂડી ફેન્ચે જેમ્સ બોન્ડની દરેક ફિલ્મમાં કામ કર્યું છે અને તે આ ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

આ એક્ઝીબિશનમાં તે કાર પણ દેખાશે, જે સ્કાય ફોલમાં ઉપયોગમાં લેવામાં આવી છે, પણ હજુ સુધી એ જાહેર કરવામાં નથી આવ્યું કે એ કાર કઈ હતી.

ભાગ્યે જ કોઈને ખબર હશે બોન્ડની કારની આટલી રસપ્રદ વાતઃ

રિપોર્ટ પ્રમાણે એક્ઝીબિશનમાં સૌથી જૂની ગાડી 1937ની રોલ્સ રોય્સ ફેન્ટમ 3 છે. આ કાર જેમ્સની પહેલી ફિલ્મ ડો.નંબરમાં વિલન ગોલ્ડફિંગરે ચલાવી હતી. રસપ્રદ વાત તો એ છે કે તેની લાઇસન્સ પ્લેટ પર AU1 લખેલું છે, જેનો અર્થ પીરિયોડિક ટેબલ પ્રમાણે ગોલ્ડ થાય છે. રોલ્સ રોય્સની કારો આખી દુનિયામાં સૌથી ઝડપી અને મોંઘી કાર તરીકે ઓળખાય છે.

ભારતમાં રોલ્સ રોય્સની કિંમતઃ
રોલ્સ રોય્સ ફેન્ટમ- 3.5 કરોડ રૂપિયા

રોલ્સ રોય્સ ફેન્ટમ કોપ- 4 કરોડ 20 લાખ રૂપિયા
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment