કોકા કોલા વરસોથી લોકોનીર ગમતીલી બ્રાંડ છે. વિતેલા વરસમાં સૌથી ભરોસાપાત્ર બ્રાંડસની યાદીમાં પણ કોકા કોલાનું નામ મોખરે હતું. કોકના નામે ઓળખાતી આ પ્રોડક્ટ મુળ અમેરિકાની છે અને આરે દુનિયાના 200થી વધુ દેશોમાં તે પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. સોફ્ટ્ ડ્રીંકની દુનિયામાં કોક સદા સર્વોપરી રહ્યું છે એવું કહી શકાય.
મુળ તેની શોધ દવાઓ બનાવવાના હેતુંસર થઇ હતી પણ બાદમાં એક અમેરિકન બિઝનેસમેને તેને એક નવું સ્વરૂપ આપી બ્રાંડ બનાવી દીધી હતી. આજે દરરોજ 1.8 બિલિયન લોકો સુધી તેની પહોંચ છે.
29 માળની બિલ્ડીંગ , 403 ફૂટ ઉંચી ઇમારત કોકા કોલાની મુખ્ય ઓફિસ છે.
આજે અમે તમને જણાવીશું એવા કેટલાક તથ્યો જે કોકા કોલા સાથે જોડાયેલા છે. સાથે તમે તસવીરોમાં જુઓ કોકા કોલાની ઓફિસ અને પ્લાંટ્સ.