Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Bazaar >> Latest News
 

ક્યાં છે દસનો સિક્કો?

 
Source: Agency, New Delhi   |   Last Updated 5:49 PM [IST](13/07/2010)
 
 
 
 
 

રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા દસનો સિક્કો લોન્ચ કર્યાના એક વર્ષ બાદ પણ આ સિક્કો હજુ સુધી બજારમાં જોવા મળ્યો નથી. રિઝર્વ બેન્કના મતે તેઓ આઠ કરોડની કિંમતના સિક્કા બજારમાં ઉતારશે. કાગળના ચલણના વિકલ્પમાં મોટા પ્રચાર-પ્રસાર સાથે લોન્ચ કરવામાં આવેલ સોનેરી રિમવાળો આ આઠ ગ્રામ વજનનો સિક્કો આજે બજારમાં શોધવો બહુ મુશ્કેલ છે.


જો કે નિષ્ણાતોનું મંતવ્ય આ અંગે કંઇક જુદું છે. કેટલાંક લોકોનું કહેવું છે કે બે ધાતુઓમાંતી નિર્મિત આ સિક્કો યુરોપિયન ચલણ યુરોથી મળતો આવવાના લીધે લોકો તેને એક યાદગાર રૂપમાં સાચવીને રાખવા માંગે છે. જ્યારે બીજા કેટલાંક લોકોનું કહેવું છે કે દસ રૂપિયાનો સિક્કો ફકત સમયના લીધે લોકપ્રિય થઇ રહ્યો છે.


કેનરા બેન્કના વરિષ્ઠ અધિકારી રાજકુમારે કહ્યું કે દસ રૂપિયાની નોટ કાગળ ચલણમાં મળી રહે છે આથી આ સિક્કા લોકપ્રિય થઇ રહ્યા નથી. તેમણે કહ્યું કે એક અને બે રૂપિયાની નોટોને ઉપલબ્ધ ન હોવાના લીધે અથવા તો ખરાબ હોવાના લીધે લોકો સિક્કાની માંગ વધુ કરે છે. આ સ્થિતિ પાંચ રૂપિયાના સિક્કાની છે. આ વિષય પર આરબીઆઇના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે બજારમાં દસ રૂપિયાના સિક્કાની આપૂર્તિ પર્યાર્ત માત્રામાં થઇ ચૂકી છે. અન્ય સિક્કાઓની જેમ જ આ પણ સમયની સાથે લોકપ્રિય થઇ જશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.