દેશની સૌથી મોટી બીજા નંબરની ઘડિયાળ નિર્માતા કંપની ટાઇમેક્સ આ વર્ષના અંત સુધીમાં ફેશનની દુનિયાની અગ્રણી બ્રાન્ડ "વર્સાસી"ના નામથી સૌપ્રથમ વખત મોંઘી ઘડિયાળ ભારતમાં રજૂ કરશે.
સૌપ્રથમ વખત ભારતમાં વર્સાસી બ્રાન્ડની ઘડિયાળ ભારતમાં પણ વેચાશે. કંપની યુરોપ અને અમેરિકામાં પહેલેથી જ આ બ્રાન્ડનો ઉપયોગ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કપડા, ઘરેણાં અને ફેશન સાથે જોડાયેલ કેટલીય સામગ્રીઓની પ્રખ્યાત બ્રાન્ડ વર્સાસીના ચાહક વર્ગમાં પ્રખ્યાત ગાયિકા મડોના અને બ્રિટની સ્પીયર્સ તથા એલિઝાબેથ હર્લે, ડેમી મૂર, જેનિફર લોપેઝ જેવી અભિનેત્રીઓ સહિત કેટલીય જાણીતી હસ્તીઓ સામેલ છે.
ભારતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ફેશનની દુનિયામાં પણ વર્સાસીને એક મોટી બ્રાન્ડ માનવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર ઇટલીમાં છે. ટાઇમેક્સ ભારતમાં હાલ ચાર બ્રાન્ડની ઘડિયાળનો વેપાર કરે છે, જ્યારે દુનિયાભરમાં તેની કુલ 12 બ્રાન્ડ છે.