રાજીવ રંજન ઝા ઇન્ફોસીસના આંકડા જોતા બજારની પહેલી પ્રતિક્રિયા નિરાશાની જ છે.
કંપનીના ત્રિમાસિક પરિણામો હોય કે આવક, બંને આંકડા બજારની ધારણાં કરતાં ઘણા પાછળ રહી ગયા છે. પરંતુ આ બજારની ધારણા હતી, આથી બજારને નિરાશ થવું પડ્યું છે. કંપનીએ તો કહ્યું નહોતું કે તમે મોટી ધારણા બાંધીને ચાલો. ચલો યાદ અપાવી દઇએ કે કંપનીએ શું કહ્યું હતું. તેને 13મી એપ્રિલ,2010ના રોજ કહ્યું હતું કે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં અમારી પ્રતિ શેર આવક (ઇપીએસ) રૂ.24.34 થી રૂ.24.79ની વચ્ચે રહેશે. તો તે ધારણા કરતાં ઘણી આગળ જ રૂ.26.06 પર તેની ઇપીએસ આપી દીધી છે. મતલબ એ કે ત્રિમાસિક ઇપીએસ કંપનીએ પોતાની ધારણાથી અંદાજે 5-7 ટકા વધુ છે.
કંપનીએ તમને ત્રણ મહિના પહેલાં જ કહ્યું હતું કે એપ્રિલ-જૂનમાં અમારી આવક રૂ.5919-5963 કરોડની વચ્ચે રહેશે. હવે વાસ્તવમાં આ આવક રૂ.6198 કરોડ રહી છે. આ રીતે આ આવક પણ કંપનીની ધારણા કરતાં 3.9-4.7 ટકા વધુ છે. સામાન્ય રીતે ઇન્ફોસીસ સંકોચીત ધારણા રાખે છે, આ વાત સાચી છે. તે હંમેશા પોતાની ધારણા કરતાં હંમેશા સારૂં પ્રદર્શન કરે છે, એ વાત પણ સાચી છે. પરંતુ હવે કંપનીએ તમને કહ્યું હતું કે અમારી ઇપીએસ ત્રિમાસિક આધાર પર 7.4 - 9ટકા ઘટીને રૂ.24.34 થી રૂ.24.79ની વચ્ચે રહી શકે છે અને તેમ છતાંય તમે રૂ.27 અથવા તેનાથી વધુ ઇપીએસની આશા રાખી, તો તેમાં કંપની શું કરે!
પરંતુ શેર ભાવોને ચોક્કસ આ આશાઓ અને નિરાશાઓ સાથે કંઇક લેવા-દેવા હોય છે. આથી આશાઓએ ઇન્ફોસીસને 52 સપ્તાહની નવી ટોચ પર લઇ જઇને ઉભો કરી દીધો હતો અને હવે નિરાશાથી થોડાંક પટકાયા પણ છે. પરંતુ આ નિરાશા મર્યાદિત રહેશે, કારણ કે પૂરા નાણાંકીય વર્ષ અંગે બજારની આશાઓ હજુ પણ કાયમ છે. નાણાંકીય વર્ષ 2010-11 માટે કંપનીની ઇપીએસની ધારણા 106.82 - 111.28 રૂપિયાથી વધીને રૂ.112.21 - 116.73 કરી દીધી છે. આ વધારો મોટાભાગે નિષ્ણાતોની ધારણાઓના દાયરામાં જ છે. અને હવે ઇન્ફોસીસ ખુદ રૂ.116.73 સુધીની ઇપીએસની વાત કહી રહ્યું હોય, તો બજાર તેનાથી વધીને રૂ.125-130 સુધી માની જ લે છે.
જાન્યુઆરી 2010માં આવેલ પરિણામો બાદ જ બજાર ઇન્ફોસીસની 2010-11 ઇપીએસને આ દાયરામાં માનીને ચાલી રહ્યું છે. આ ઇપીએસ પર ઇન્ફોસીસ હજુ 21.5-22.5 પીઇ અનુપાત પર છે, જે મોંઘું તો લાગી રહ્યું નથી. મેં આ વર્ષે 13મી જાન્યુઆરીના રોજ સવારે લખ્યું હતું કે હવે થી 15 મહિના બાદ શેર ભાવ રૂ.4000 થી 4875 સુધીના લક્ષ્યાંકે પહોંચી શકે છે. તે સમયે તે રૂ.2587 થી 2911ની વચ્ચે ચઢી ગયો હતો. જુઓ, આવતા 9 મહિનાઓમાં ક્યાં જઇને ટકે છે.