શેર-ડિબેન્ચરના ખરીદ-વેચાણ માટે હિન્દુ દેવી-દેવતાઓના નામ પર ડિમેટ એકાઉન્ટ ખોલવા જોઇએ કે નહિં? બોમ્બે હાઇકોર્ટે ટૂંક સમયમાં જ આ મુદ્દે વિચાર કરશે. મહરાષ્ટ્રના એક ધાર્મિક ટ્રસ્ટે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિ.ના નિર્ણયને હાઇકોર્કટમાં પડકાર્યો છે.
એનએસડીએલ એ આ ટ્રસ્ટને પાંચ દેવી-દેવતાઓના નામ પર ડિમેટ ખાતાઓ ખોલવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. સાંગલીના ગણપતિ પાંચયતમ સંસ્થા ટ્રસ્ટે હાઇકોર્ટમાં દાખલ કરેલ પોતાની યાચિકામાં કહ્યું છે કે જ્યારે ઇન્કમટેક્સ વિભાગ આ દેવી-દેવતાઓના નામ પર પેનકાર્ડ રજૂ કરી શકે છે, તો એનએસડીએલ તેના નામ પર ડિમેટ ખાતું ખોલવાની મંજૂરી કેમ નથી આપી રહ્યું.
આ કેસ પર સુનવણી સપ્તાહના અંત સુધીમાં થઇ શકે છે. ગણપતિ પંચાયતમ સંસ્થા ટ્રસ્ટ ભગવાન ગણેશ, ચિંતામનેશ્વરદેવ, ચિંતામનેશ્વરીદેવી, સૂર્યાનારાણદેવ અને લક્ષ્મીનારાયણદેવના નામ પર ડીમેટ ખાતું ખોલાવામાં માંગે છે. પટવર્ધન પરિવાર સાથે સંબંધ રાખનાર આ ટ્રસ્ટે 2007માં આ દેવી-દેવતાઓના નામ પર પેનકાર્ડ પ્રાપ્ત કર્યા હતા.