Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Bazaar >> Interview
 

નિફ્ટીનું લક્ષ્ય 5511, પણ ખાસ નજર 5300 પર

 
Source: Sharemanthan.in   |   Last Updated 5:44 PM [IST](10/07/2010)
 
 
 
 
 
શુક્રવારની સવારે મારૂં માનવું હતું કે ટેકનિકલી રીતે બજાર નરમ રહેશે, પરંતુ બજારે ચોંકાવયા અને ગ્રીન ઝોનમાં રહ્યું. કોઇપણ પ્રકારના સ્પષ્ટ દિશાવાળા બજારમાં જેમ થાય છે, બિલકુલ એ જ રીતે ટેકનિકલ સંકેત નરમાઇ દેખાડી રહ્યા છે, પરંતુ ભાવોના હિસાબથી તેજી દેખાઇ રહી છે. મને લાગે છે કે જ્યાં સુધી નિફ્ટી 5300ની સપાટીને બચાવી રાખે છે, ત્યાં સુધી ખરીદીના સોદા કરવા સારા રહેશે.

સોમવારે માટે નિફ્ટીને 5300 પર મહત્વપૂર્ણ સમર્થન મળશે. ઉપરની તરફ 5378-5511 પર મોટી બાધા મળશે. સેન્સેક્સ માટે નીચેની તરફ 17660 મહત્વપૂર્ણ સમર્થન સપાટી રહેશે અને 17933-18356 પર મજબૂત બાધા મળી શકે છે.

સાપ્તાહિક આધાર પર જોઇએ તો ગયા સપ્તાહની શરૂઆતમાં મે કહ્યું હતું કે ટેકનિકલી રીતે બજારમાં નરમાઇ ચાલુ છે અને બજારમાં મજબૂતીનો કોઇ સંકેત મળી રહ્યો નથી. આથી બજાર નીચે જઇ શકે છે. ત્યારે મારૂં માનવું હતું કે નિફ્ટીને 5300ની સપાટી પર મોટી બાધાનો સામનો કરવો પડશે.

અત્યારે 5300ની સપાટી ખાસ કરીને ધ્યાનમાં રાખીને ખરીદીના સોદા કરી શકાય છે. આગળનું ટેકનિકલી લક્ષ્ય 5511નું છે. આ જ રીતે નવા સપ્તાહ માટે 5300 પર મજબૂત સહારો અને 5511 પર મજબૂત બાધા છે. સેન્સેક્સ માટે 17660 પર સહારો અને 18356 પર બાધા છે.
પ્રકાશ ગાબા ટેકનિકલ નિષ્ણાત છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.