બજાર અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે અને આજે નિફ્ટીનો દાયરો 5270 થી 5390ની વચ્ચે રહી શકે છે.
ભારતીય બજારની સ્થિતિ દુનિયાના બીજા બજારો કરતાં ઘણી સારી છે. મને લાગે છે કે નિફ્ટીની તેજી હજુ ચાલુ રહેશે અને નિફ્ટી ઘણાં ટૂંકગાળા માટે એટલે કે અંદાજે એક સપ્તાહમાં 5450 સુધી જઇ શકે છે. ઘટાડાની સ્થિતિમાં ટૂંકાગાળામાં મને નિફ્ટી 5220ની નીચે જતી દેખાતી નથી.
બજારમાં આ તેજી ત્રિમાસિક પરિણામો સારા રહેવાની આશાના લીધે છે. મને લાગે છે કે કંપનીઓના પરિણામો સારા રહેશે, પરંતુ એટલા સારા નહિં હોય કે બજારને વધુ ઉપર લઇ જઇ શકે. કંપનીઓનો ખર્ચ વધ્યો છે જેના લીધે તેમના માર્જિન પર દબાણ દેખાઇ શકે છે.
નાની સરકારી કંપનીઓ અને ઓટો ક્ષેત્રની ચાલ આજે સારી રહી શકે છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી નજર આવી રહી છે. આ ક્ષેત્રોમાં નાવ રોકાણકારો આવી શકે ે. મેટલ શેરોમાં તેજી ફકત ટેકનિકલી સુધારો છે અને મેટલ ક્ષેત્રમાં નવું રોકાણ કરવું અત્યારે ઠીક રહેશે નહિં. પી.કે.અગ્રવાલ પર્પલાઇન ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના નિર્દેશક છે.