બજાર આજે કંઇક નરમ લાગી રહ્યું છે, કારણ કે ઇન્ફોસીસના પરિણામો ધારણાં પ્રમાણે ન આવતા ઉપલી સપાટી પર થોડુંક દબાણ છે.
નિફ્ટીનો આજનો દાયરો 5340-5390ની વચ્ચે રહી શકે છે. હજુ એ કહેવું મુશ્કેલ છે કે બજારની આગળની દિશા કંઇ હશે. જો નિફ્ટી અહિંતી આગળ વધે છે તો 5520 સુધી જઇ શકે છે. 5500ની ઉપર નિફ્ટીને મોટી બાધા મળશે.
ઇન્ફોસીસના ત્રિમાસિક પરિણામોએ થોડાંક નિરાશ કર્યા છે. પરંતુ છતાં પણ પરિણામો એટલા ખરાબ નથી. જો કે બજારની આશા કંઇક વધારે જ હતી. આમ પણ કંપનીના ભવિષ્યનું પ્રદર્શનની ધારણા ઓછી થઇ નથી. હજુ ટીસીએસ અને વિપ્રો જેવી કંપનીઓના પરિણામો આવવાના બકી છે. તેના પરિણામો આવ્યા બાદ જ આઇટી કંપનીઓ અંગે વધુ વિશ્વાસ સાથે કહી શકાશે.
મને લાગે છે કે અત્યારે રક્ષાત્મક ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઇએ. તે જોતા ફાર્મા, એફએમસીજીસ, બેકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકટચક જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવું હિતાવહ છે. અશોક અગ્રવાલ એસ્કૉર્ટ્સ સિક્યોરિટીના પ્રમુખ છે.