ઇન્ફોસીસના પરિણામો બજારની ધારણા કરતાં નીચા આવતા આજે સવારે શેરબજારની શરૂઆત નીચા મથાળે થઇ હતી. આજે દિવસ દરમ્યાન બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો. છતાંય આઇટી સેકટરમાં જોરદાર લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. અંતમાં બજાર નજીવા વધારા સાથે ઉપરમાં બંધ રહેવામાં સફળ રહ્યું હતું.
આજે બીએસઇ ખાતે સેન્સેક્સ 28.9 અંક નીચામાં 17,908.30 પર ખૂલ્યો હતો. દિવસ દરમ્યાન સેન્સેક્સ 60.84 અંક ઉપરમાં 17,998.04 સુધી અને 81.35 અંક નીચામાં 17,855.85 સુધી ગયો હતો. અંતમાં સેન્સેક્સ 48.70 અંક એટલે કે 0.27 ટકાના વધારા સાથે 17985.90 પર બંધ રહ્યો હતો. એનએસઇ ખાતે નિફ્ટી 17.65 અંક એટલે કે 0.33 ટકાના વધારા સાથે બંધ રહી હતી.
એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સમાં 0.69 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે બીએસઇ ખાતે મિડકેપ અને સ્મોલકેપ એમ બંને ઇન્ડેક્સ 0.72 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.
બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સમાં હેલ્થકેર, એફએમસીજી, ટેક અને આઇટી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ ઉપલા મથાળે બંધ રહ્યા હતા. રિઅલટી ઇન્ડેક્સ 4.03 ટકાના વધારા સાથે સૌથી ઉપરમાં બંધ રહ્યો હતો.
સવારે 9.15 વાગ્યે
આઇટી સેકટરની અગ્રણી કંપની ઇન્ફોસીસ ટેકનોલોજીના ત્રિમાસિક પરિણામો બજારની આશા કરતાં નબળા આવવાના લીધે ભારતીય શેરબજારમાં આજ સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીએસઇ ખાતે સવારે સેન્સેક્સ 9.15 વાગ્યે 37 અંકની નરમાઇ સાથે 17,900 પર છે. નિફ્ટી 50 અંકની વૃદ્ધિ સાથે 5,402 પર હતી. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સમાં 0.55 ટકાની મજબૂતી જોવા મળી છે.
બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.20 ટકા અને મિડકેપમાં 0.20ટકાની વૃદ્ધિ છે. બીએસઇ ખાતે આઇટી, ટીઇસીકે અને એફએમસીજીને બાદ કરતાં અન્ય ઇન્ડેક્સમાં મજબૂતીનો દોર જોવા મળી રહ્યો છે. ઓઇલ-ગેસ ઇન્ડેક્સ 0.52ટકા સૌથી ઉપરમાં છે. બીજીબાજુ આઇટી ઇન્ડેક્સ 2.19 ટકા સૌથી નીચામાં છે. સેન્સેક્સ ખાતે 17 શેરોમાં મજબૂતી અને 13 શેરોમાં નરમાઇનો દોર છે. ઇન્ફોસીસનો શેર 2.24 ટકા સૌથી નીચામાં ટ્રેડ થઇ રહ્યો છે. ટીસીએસ, વિપ્રો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1 ટકાથી વધુ નીચામાં ટ્રેડ થઇ રહ્યા છે.