ઘરખર્ચ માટે ૨૫ ટકા રકમ ફાળવો જ ફાળવો
ઘરખર્ચ જેવાં કે અનાજ, શાકભાજી, કરિયાણું, મનોરંજન, યાત્રાપ્રવાસ, નાની-નાની ખરીદી માટે આવકની ૨૫ ટકા રકમ ફાળવવી જોઈએ. આ એક એવો ખર્ચ છે કે જેમાં ક્યારેય કાપ મૂકી શકાય નહીં.
આવકના ૧૦ ટકા રકમ બચતમાં રોકો
નિવૃત્તિમાં કામ લાગે તેમજ મોટી બીમારી, બાળકોનાં ઉચ્ચ શિક્ષણ અને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે કમાણીની શરૂઆતથી જ ૧૦ ટકા રકમ લાંબાગાળાની બચત યોજનાઓમાં રોકવી જોઈએ, પછી જ હોમલોનથી માંડીને અન્ય દેવાં માટે વિચારી શકાય.
હોમલોનનો હપ્તો આવકના ૩૫ ટકા જ રાખોહાઉસિંગ લોનનો હપ્તો તમારી આવકના ૩૫ ટકા સુધી જ હોવો જોઈએ, પરંતુ ૪૦-૬૦ના રેશિયોના કારણે હાથ ઉપરની મર્યાદિત કેશના પ્રશ્નને સોલ્વ કરવા માટે ઘણાં લોકો ઊંચી આવક દર્શાવીને વધુ હોમલોન લઈને ગજા બહારનો હપતો ભરતાં હોય છે.
અન્ય દેવાંનું પ્રમાણ ૧૫ ટકા જ રાખો
મ્યુઝિક સિસ્ટમ, વોશિંગ મશીન, ટીવીથી માંડીને કોઈ પણ ચીજવસ્તુ લોનથી ખરીદવી હોય તો તેનો હપતો આવકના ૧૫ ટકાથી વધી જાય નહિ તેનો ખાસ ખ્યાલ રાખો, કારણ કે વગર વ્યાજની કહેવાતી આવી ખરીદીના હપતામાં કંપનીઓ, બેન્કો પ્રોસેસચાર્જથી માંડીને અન્ય છુપા ખર્ચ હેઠળ ૨૪-૩૦ ટકા સુધીનું વ્યાજ પડાવી લેતી હોય છે.
શિક્ષણ માટે ૧૫ ટકા ફાળવો
બાળકોનાં શિક્ષણ પાછળ ૧૫ ટકા રકમ અલગ ફાળવો અથવા જમા કરી રાખો જેથી બાળકો મોટાં થાય ત્યારે તેમના ઉચ્ચ શિક્ષણની ફીથી માંડીને સ્ટેશનરી સુધીની તમામ જરૂરિયાતો પૂર્ણ થઈ શકે.