સરકારે ભલે પેટ્રોલની કિંમતો પરથી સરકારી નિયંત્રણ હટાવી લીધું છે, પરંતુ ડિઝલ પર પ્રતિ લિટર રૂ.1.49ની સબસિડી ચાલુ રહી શકે છે. સરકારે 25મી જૂનના રોજ પેટ્રોલની કિંમતો પરથી સરકારી નિયંત્રણ હટાવ્યું હતું, પરંતુ ડિઝલ પર પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. સાથો સથા એ પણ સ્પષ્ટતા કરી હતી કે હાલ ડિઝલની કિંમતો પરથી સરકારી નિયંત્રણ હટાવ્યું હતું, પરંતુ ડિઝલ પર પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. સાથો સાથ એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ડિઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલની કિંમતોમાં થનાર વોલેટાલિટીથી પ્રભાવિત નહિં થાય. જો ડિઝલની કિંમતોને બજારની સપાટીથી જોડવામાં આવે છે તો તેમાં પ્રતિ લિટર રૂ.2ની જગ્યાએ રૂ.3.49નો વધારો થાત.
અત્યાર સુધી એ જ આશા વ્યક્ત કરાતી હતી કે ડિઝલની કિંમતો ધીરે-ધીરે નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવશે. પરંતુ સૂત્રોનું માનીએ તો હાલ સરકારે આ મુદ્દે ના સાઇડમાં કરી દીધો છે. તેની પાછળ દિવસે દિવસે વધતી મોંઘવારી હોઇ શકે છે. બીજીબાજુ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓનું માનીએ તો ડિઝલ પર હાલમાં આપવામાં આવી રહેલ પ્રતિ લિટર રૂ.1.49ની સબસિડીનો બોજ કોણ ઉઠાવશે, તે અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી.