Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Bazaar >> Vishesh
 

તેલ-તેલવાયદામાં એકધારી તેજી

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:33 AM [IST](13/07/2010)
 
 
 
 
 
આજે સપ્તાહની શરૂઆતે તેલ અને તેલ વાયદામાં તેજીતરફી ચાલ જોવાઇ હતી. સતત ચોથા દિવસે સીંગતેલમાં સુધારો હતો. કપાસિયા તેલમાં પણ ભાવવધારો હતો. એરંડા, પામ અને સોયબીન વાયદાના ઊંચા ભાવ હતા.

કાચા માલની અછતને કારણે છેલ્લા ચાર દિવસમાં સીંગતેલમાં રૂ.૪પનો ભાવવધારો થયો હતો. આજે સીંગતેલના ભાવ સર્વોચ્ચ સપાટીએ જોવાયા હતા. આજે સીંગતેલમાં ૧૦-૧પ ટેન્કર અને કપાસિયા તેલમાં પ૦-૬૦ ટેન્કરના કામકાજ હતા. સીંગતેલ લુઝ રૂ.પાંચ વધી રૂ.૮૦૦-૮૦પ, તેલિયા રૂ.૬ વધી રૂ.૧૨૩૯-૧૨૪૦, નવા ટીન ૧પ કિલો રૂ.૧૦ વધી રૂ.૧૩૩૦-૧૩૩પ, ૧પ કિલો લેબલ ટીન રૂ.૧૦ વધી રૂ.૧૩૧૦-૧૩૧પ, અમદાવાદ તેલિયા ટીન રૂ.૧૨૯પ-૧૩૦૦ અને લેબલ ટીન રૂ.૧૩૬પ-૧૩૭પના મથાળે હતું. કપાસિયા વોશ રૂ.૭ વધી રૂ.૪૪૦-૪૪૩, કપાસિયા ટીન રૂ.૧૦ વધી રૂ.૭૬૦-૭૭૦, કપાસિયા ૧પ લિટર રૂ.૧૦ વધી રૂ.૭૦પ-૭૧૦ અને પામોલિન રૂ.૬પ૦ના ભાવે હતું.

એરંડા વાયદો ૨૭૦૦ની સપાટી પાર કરી ગયા બાદ આજે લેવાલી નીકળતા વાયદો વધ્યો હતો. આજે ગુજરાતમાં ૨૮૦૦૦-૩૦૦૦૦ ગુણી આવક અને ભાવ રૂ.૭૧૦-૭૩૦ અને સૌરાષ્ટ્રમાં ૨૦૦૦ ગુણી આવક અને ભાવ રૂ.૬૯૦-૭૦૭ હતો. રાજકોટ સપ્ટેમ્બર એરંડા વાયદો રૂ.૩ વધી ૩૭૦૧ અને હાજર એરંડા રૂ.૩૨.પ૦ વધી ૩પ૬પ થયો હતો.

પામ અને સોયા વાયદામાં તેજીની ચાલ હતી. મલેશિયા પામ જુલાઇ વાયદો ૧૦ રિંગિટ વધી ૨૪૪૦ રિંગિટ, ઓગસ્ટ વાયદો ૪૦ રિંગિટ વધી ૨૩૮૪ રિંગિટ, સપ્ટેમ્બર વાયદો ૪૦ રિંગિટ વધી ૨૩૪૦ રિંગિટ, ઓક્ટોબર વાયદો ૩૪ રિંગિટ વધી ૨૩૨૧ રિંગિટ અને નવેમ્બર વાયદો ૩૩ રિંગિટ વધી ૨૩૧પ રિંગિટ હતો. નેશનલ બોર્ડ ઓફ ટ્રેડ ખાતે સોયા ઓઇલ જુલાઇ વાયદામાં ૧૮૩૦ મેટ્રિક ટન કામકાજ અને વાયદો ૪૪૩.પ૦ અને ઓગસ્ટ વાયદામાં ૧પ૧૩૦ મેટ્રિક ટન કામકાજ અને વાયદો ૪પ૪.૧૦ થયો હતો.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.