નિફ્ટીના ચાર્ટ ઉપર બનતા ચાર્ટ અંગે આપણે અનેક વખત ચર્ચા કરી છે. હવે મને લાગી રહ્યું છેકે, આ પ્રતિબિંબ બનવાની પ્રક્રિયા તેના આખરી તબક્કામાં છે. વાસ્તવમાં જો તમે દૈનિક ચાર્ટને જુઓ તો એવું લાગેકે, જાન્યુઆરી 2008 થી જાન્યુઆરી 2009 સુધી નિફ્ટીની ચાલ જેવી રહી છે તેનાથી બિલકુલ વિપરીત ચાલ હાલમાં નિફ્ટી ચાર્ટ પર જોવા મળી રહી છે. જાણે જાન્યુઆરી 2009ના ચાર્ટને અરિસામાં જોઇ રહ્યાં હોઇએ.
વર્ષ 2008 ના બીજા ક્વાર્ટરથી વર્ષ 2009 ના ચોથા ક્વાર્ટર સુધી આની રચના એકદમ સ્પષ્ટ દેખાઇ રહી હતી. પરંતુ, હવે એવું લાગે છેકે, કદાચ નિફ્ટીએ પાછલું પ્રતિબિંબ દેખાડવું બંધ કરી દીધું છે. પરંતુ, જો ધ્યાનથી જુઓ તો પ્રતિબિંબ (મીરર ઇમેજ) જોવા મળશે પરંતુ, તેનું પરિમાણ બદલાઇ ગયું છે. મતલબકે, જાન્યુઆરીથી માર્ચ 2008 દરમિયાન જે પ્રકારના ચડાવ-ઉતાર જોવા મળ્યા હતા. તે પ્રકારના જ ચડાવ ઉતાર હાલમાં જોવા મળી રહ્યાં છે. પરંતુ, તેના માટે નિફ્ટી સમય લઇ રહ્યો છે. વળી, આ ચડાવ ઉતાર મિરર ઇમેજ જેવા છે. આને 26 જુલાઇની સવારે મેં તમને વિસ્તારથી દર્શાવ્યો હતો