સાઉદી અરેબિયામાં ચાર મહિલાઓને અને 11 પુરુષોને એક પાર્ટી દરમિયાન મુલાકાત કરવા માટે દોષિત ઠેરવીને કોર્ટે કોડા મારીને જેલ મોકલી આપવાની સજા સંભળાવી છે.
ન્યાયિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર દોષિત ઠેરવવામાં આવેલા પુરુષો અને મહિલાઓ એક પાર્ટીમાં એકબીજાની સાથે ખુબ જ હળી ભળી ગયા હતા. સાઉદી અરેબિયામાં સખત ઇસ્લામિક કાયદા પ્રમાણે મહિલાઓને ગેર પુરુષો સાથે મળવાને ગંભીર ગુન્હો માનવામાં આવે છે.
દોષીત ઠેરવવામાં આવેલા પુરુષોની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે છે, જ્યારે મહિલાઓની ઉંર ત્રીસ વર્ષની નીચે છે. આ તમામ લોકોને કોર્ટે કોડા મારીને એક થી બે વર્ષની સજા સંભળાવી છે. જો કે કેટલા કોડા મારવાની સંખ્યા બાબતે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ મામલામાં પકડાયેલ ચોથી મહિલાને 80 કોડા મારવાની સજા સંભળાવવામાં આવી છે, જો કે તે સગીર હોવાના કારણે તેને જેલમાં નથી મોકલવામાં આવી.
અધિકારીઓએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શર્તે જણાવ્યું હતું કે પોલીસે પાછલા મહિલને મોડી રાત્રે આ લોકોને પાર્ટી કરતા પકડી પાડ્યાં હતા. આ પાર્ટી સવાર સુધી ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં ઇસ્લામિક કાયદા અનુસાર જે મહિલા ગેર પુરુષને મળતા પકડાઇ જાય છે તેને કોડા પટકારવાની સજા સંભળાવવામાં આવે છે.
*