લંડનથી કેનેડા જઈ રહેલા સેન્ડીનું વજન કંઈક વધારે પડતું હોવાથી તેને ફ્લાઇટમાંથી ઉતારી દેવાયો
ક્યારેક આપણા વજનને લીધે આપણે મુસાફરી ટાળવી પડે તો? અથવા તો જેમાં મુસાફરી કરવાની હોય તેમાંથી જ આપણને ઉતારી દેવામાં આવે તો? આવો જ કિસ્સો સેન્ડી રશેલ નામની એક વ્યક્તિ સાથે બન્યો છે. ૧૮૧ કિલો વજન ધરાવતો સેન્ડી રશેલ પોતાની બીમાર આન્ટીને જોવા માટે લંડનથી કેનેડા જઈ રહ્યો હતો.
બે જણની જગ્યા રોકે છે
૩૨ વર્ષીય સેન્ડીના અનુસાર વધારે વજન હોવાને લીધે તે ગેટવીકથી ટોરેન્ટોની પોતાની ફ્લાઇટ પકડી શક્યો નહોતો. સેન્ડી તો કેનેડા ન પહોંચી શક્યો, પરંતુ તેની ક‹ન્સર પીડિત આન્ટી જુડીએ બે દિવસ બાદ દમ તોડી દીધો હતો. સેન્ડીનું પેટ ૧.૩૨ મીટર પહોળું હતું, જેને લીધે તે અન્ય સીટ પણ રોકી લેતો હતો. તેને કારણે જ એરલાઇન્સને તેને મુસાફરી કરાવવામાં વાંધો હતો.
એરલાઇન્સે માગ્યું ડબલ ભાડું
સેન્ડી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે એરલાઇન્સે તેની પાસે ડબલ ભાડાની માગ કરી હતી. સેન્ડીના અનુસાર એરલાઇન્સે તેને કાં તો ડબલ ભાડું ભરવું અથવા તો પ્લેનમાંથી ઉતરી જવા કહ્યું હતું. સેન્ડી પાસે ડબલ ભાડું ચૂકવવા માટે જરૂરી ૯૨૮ પાઉન્ડ નહોતા. તેથી એર ટ્રાન્સિટની ફ્લાઇટ સ્ટીવારડેસે તેને પ્લેનમાંથી ઉતારી દીધો હતો.