તેની પ્રતિભા જોતાં લાગે છે કે, તે જન્મથી જ ચેમ્પિયન છે
આઠ વર્ષનો ઓલી ટૂરેલ બ્રિટનનો સૌથી ઓછી ઉમરનો ચેમ્પિયન છે. તેની પ્રતિભા જોતાં લાગે છે કે, તે જન્મથી જ ચેમ્પિયન છે. તેના પિતા રિચી રોયલ નેવીમાં લેફટનન્ટ છે.
રિચીએ ૧૮ મહિનાની ઉમરથી જ ઓલીને સિર્ફંગની ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. જોકે, તેણે પણ ખૂબ ઓછી ઉમરમાં જ આ પ્રતિભા વિકસાવી લીધી હતી. તે સ્થાનિક સ્તરે મોટા ખેલાડીઓને પણ હરાવવા લાગ્યો હતો. ઓલીના પિતા પણ તેનો મુકાબલો કરી શકતા ન હતા. કોર્નવાલના ગ્વિથિયનમાં તેનો દિવસ સિર્ફંગ કરવામાં જ પસાર થઈ જાય છે.
છ વર્ષની ઉમરે જ ઓલીએ પહેલીવાર સિર્ફંગમાં ભાગ લીધો હતો. નેશનલ ટ્રસ્ટ સ્વેલબોર્ડ કલાસિક સ્પર્ધામાં પહેલીવાર તેણે જીત મેળવી હતી. આ સ્પર્ધામાં ૪૯ જેટલા હરીફ વયસ્ક હતા. તેના દાદા કહે છે કે, એવું લાગે છે કે કોઈ ફેન્સી ડ્રેસ સ્પર્ધા ચાલી રહી છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે