નોલેજ પેકેજ અંતર્ગત આજે અમે આપને મધ્યપ્રદેશના ભોજપુર સ્થિત શિવ મંદિરની વિશેષતા જણાવવા જઈ રહ્યાં છીએ. ભોપાલથી 32 કિલોટમીટર દૂર સ્થિત આ મંદિર સૌથી ઉંચા શિવલિંગ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. 22 ફીટ ઉંચા આ શિવલિંગ દુનિયાનું સૌથી ઉચુ અને વિશાળ શિવલિંગ છે. આ આ મંદિરની પહેલી વિશેષતા છે.
એટલું જ નહીં આ શિવલિંગ એક જ પત્થરમાંથી બનેલો છે, એકવખત તેની ઉપર છતનો મોટો પત્થર પડ્યો હતો જેને કારણે તેના બે ભાગ થઈ ગયા હતાં પણ તેને પુનઃ જોડી દેવામાં આવ્યું હતું. તે બાદ છતના ટુટેલા ભાગને સુસજ્જિત ફાઈબર ગ્લાસની ચાદરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. જે એક પૂર્ણ રૂપથી મૂળ સ્થાપત્ય અવશેષો જેવું છે.
બીજી વિશેષતા
આ સીવાય મંદિરના આગળના ભાગમાં એક ઢાળ છે. જેનો ઉપયોગ નિર્માણાધીન મંદિરના સમય વિશાળ પત્થરો લાવવા-લઈ જવા માટે કરવામાં આવતો હતો. દુનિયાભરમાં ક્યાય આ પ્રકારના વિશાળ પત્થરની રચના નથી. આ આખી રચના પ્રાચિન કાળમાં કોઈપણ પ્રકારની ટેક્નોલોજી વગર વિશાળ પત્થરોથી બનાવવામાં આવી છે. જેનું રહસ્ય હજી પણ અકબંધ છે.
*ત્રીજી વિશેષતા
આ અદ્દિતીય મંદિરની ત્રીજી વિશેષતા એ છે કે તેના જમીનનો ભાગ, સ્તંભ, શિખર તેમજ કળશ અને દિવાલો પર કરવામાં આવેલી કલાકારી ખરેખરમાં જોવા લાયક છે.
*ચોથી વિશેષતા
આ મંદિરની અન્ય એક વિશેષતા છે કે કોઈક અજ્ઞાત કારણને કારણે મંદિરનું નિર્માણ અપૂર્ણ છે આજ સુધી આ મંદિર સંપૂર્ણ તૈયાર નથી થયું. આજે પણ તેને જોઈને એવું જ લાગે તેનું નિર્માણ કાર્ય ચાલુ છે.
*પાંચમી વિશેષતા
ભોજપુર શિવ મંદિરની પાંચમી વિશેષતા 40 ફુટ ઉંચાઈવાળા ચાર સ્તંભ છે. ગર્ભગ્રુહની અપૂર્ણ છત 40 ફીટ ઉંચા વિશાળ કાય ચાર સ્તંભ પર ટકેલી છે. આ મંદિરની કલાકૃતિ ઘણી જ અદ્ભુત છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ મધ્યભારતના પરમાર વંશના રાજા ભોજદેવે કરાવ્યું હતું.
*આપનો મત
divyabhaskar.com તેના Readers માટે નોલેજ પેકેજ ચલાવી રહ્યું છે જે અંતર્ગત આપને આ જાણકારી આપવામાં આવી છે. જે વિશે ખુબ ઓછા લોકો જાણે છે. આપની પાસે પણ જો કોઈ આવી જાણકારી હોય જે આપ અમારી સાથે share કરવા ઈચ્છતા હોવ તો અમને નીચે feedback દ્વારા કે divyabhaskarwebsite@gmail.com પર mail કરી જણાવી શકો છો.