17વર્ષ પહેલા ખોવાયેલું વિમાન આશ્ચર્યજનક સ્થિતિમાં મળ્યું

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ખોવાયેલુ બ્રિટિશ એરફોર્સનું એક વિમાન સત્તર વર્શ પછી મિસ્રના રણપ્રદેશમાં લગભગ યથાવત સ્થિતિમાં મળી આવ્યું.
આ વિમાન પાયલોટ ફ્લાઇટ સાર્જેંટ ડેનિસ કૉપિંગ સહિત વર્ષ 1942માં લાપતા થઈ ગયુ હતુ. પરંતુ પાયલોટનો અત્યારે પણ કોઈ પત્તો લગાવી શક્યો નથી, કે ના તો કોઈ પુરાવા મળી શક્યા. બ્રિટિશ સરકારે હવે કહ્યું છે કે પાયલોટના અવશેષો શોધવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવશે.
- રણવિસ્તારની સપાટી ઉપર પણ આટલા વર્ષો સુધી એમનું એમ પડેલું છે.
- વિમાન પી-40 સાથે મિસ્રના રણપ્રદેશ વિસ્તારમાં ઉડતા-ઉડતા લાપતા થઈ ગયું હતુ.
આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે આ જુની વસ્તુઓને એક્ઠી કરવાના શોખીન લોકો આ વિમાનના કાટમાળને પણ લઈ જશે. જૂન, 1942માં 24 વર્ષના પાયલોટ, અમેરિકામાં બનેલા એક એન્જીન વાળા કિટીહૉક વિમાન પી-40 સાથે મિસ્રના રણપ્રદેશ વિસ્તારમાં ઉડતા-ઉડતા લાપતા થઈ ગયું હતુ.
પરંતુ અઢી મહીના પહેલા વાદી અલ-જદીદ નામના દુરદર્શી રણવિસ્તારમાં એક તેલ કંપની માટે કામ કરતા પોલેન્ડનો કર્મચારી, જેકબ પેરકાને આ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. પેરકાએ ખેંચેલી તસવીરમાં વિમાન લગભગ યથાવત સ્થિતિમાં છે, પરંતુ તેનું એન્જીન અને પંખો છુટ્ટો પડી ગયો છે. અને તેના પાયલટનું ક્યાંય નામો-નિશાન નથી.
રૉયલ એરફોર્સમાં ઉડ્ડયન ઇતિહાસકાર ડેવિડ કીન કહે છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાય હજાર વિમાનો કા તો ઉડાવી દેવાયા, કે પછી દુર્ઘટનાના શિકાર બની ગયા. પણ તેમાંથી ઘણા ઓછા વિમાનો યથાવત સ્થિતિમાં મળી શક્યા.
તેઓએ કહ્યું કે "આ વિમાન એટલા માટે ખાસ છે કે લગભગ તે સારી સ્થિતિમાં છે અને રણવિસ્તારની સપાટી ઉપર પણ આટલા વર્ષો સુધી એમનું એમ પડેલું છે. જેવું કે સમયના પિંજરામાં કેદ થઈ રહ્યું હોય."
પણ આ વિમાનને ત્યાંથી નીકાળવું સરળ નહીં હોય. મિસ્રના જે રણવિસ્તારમાં આ પડેલું છે તે ખાસ્સો ભયાનક વિસ્તાર માનવામાં આવે છે, કેમ કે તે લીબિયા અને મિસ્ર વચ્ચે તસ્કરોના રસ્તામાં આવે છે. બ્રિટિશ અધિકારીઓનું કહેવું છે કે આ વિમાનના પાયલટના સંબંધીઓને શોધવાના પ્રયત્નો પણ કરવામાં આવશે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.






