આ ઈમારતમાં પહેલા સેક્સ પાર્ટીઝનું આયોજન કરવામાં આવતું હતું
આ સંપત્તિ કોઈ પોર્ન ફિલ્મના શૂટિંગના લોકેશન જેવી જ દેખાય છે
બ્રિટનના ન્યુ ફોરેસ્ટ વિસ્તારમાં કેલ્મોર ગામના પાછળના વિસ્તારમાં આવેલું આ મકાન કોઈ મિસ્ટ્રી ડ્રામા ફિલ્મના લોકેશન જેવું લાગે છે. અડધો મિલિયન પાઉન્ડ કિંમતના આ મકાનના માલિક ડેવિડ તેને બચાવવા માટે કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. ડેવિડ આ ઈમારતમાં JCT2 સ્વિંગર ક્લબ ચલાવતા હતા અને સેક્સ પાર્ટીઝનું પણ આયોજન કરતા હતા. હવે આસપાસના લોકોની ફરિયાદ પર ન્યુ ફોરેસ્ટ સિટી કાઉન્સિલ તેને બંધ કરવાનો વિચાર કરી રહી છે.
પાંચ બેડરૂમવાળી આ સંપત્તિને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે કોઈ પોર્ન ફિલ્મના શૂટિંગના લોકેશન જેવી જ દેખાય છે.કાળા રંગથી રંગાયેલી અને ભડકીલા લાઇટિંગ દ્વારા અહીંયા પાર્ટીઓમાં માહોલ બનાવવામાં આવે છે. આ સંપત્તિના બે રૂમમાં સેક્સ ગેમ્સ રમવા માટે ઉપયોગમાં આવતા બધા જ ઉપકરણો રાખવામાં આવ્યા છે, જેમાં બેન્ચી, ખુરશીઓ અને સસપેન્શન ઉપકરણો પણ સામેલ છે. આ મકાનમાં કેટલાય સેલ પણ છે, જે જૂના જમાનામાં કેદીઓને સજા આપવા માટે હતા. કોઈ પણ વ્યક્તિ 30 પાઉન્ડ ખર્ચીને આ સેલ્સને એક રાત માટે ભાડે લઈ શકે છે.
મકાનના પાછલા હિસ્સામાં ગરમ પાણીનું ટબ અને અન્ય સેક્સ ગેમ્સના ઉપકરણો પણ લગાવવામાં આવેલા છે, જેને જોઇને એ અંદાજો લગાવી શકાય છે કે ત્યાં કયા પ્રકારની પાર્ટીઓ આયોજિત કરવામાં આવતી હશે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે