આ વીડિયો જોઈને તમને પણ ભારતીય હોવા પર ગર્વ થશે
આવનારી 19 જાન્યુઆરીના રોજ છત્રપતિ શિવાજીનો જન્મ દિવસ છે, ત્યં સુધી અમે તમને એમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા, વીડિયો અને તસવીરો દર્શાવતા રહીશુ, જેના પર આપણને ભારતીય હોવાનો ગર્વ અનુભવાશે. શિવાજી પ્રતિભાશાળી કુલીનોના વંશજ હતા. તે સમયે ભારત પર મુસ્લિમ શાસન હતું.
ઉત્તરીય ભારતમાં મુગલો તથા દક્ષિણમાં બીજાપુર અને ગોળકુંડામાં મુસ્લિમ સુલતાનોનું, આ ત્રણેય પોતાની શક્તિના જોર પર શાસન કરતા હતા અને પ્રજા પ્રત્યે કર્તવ્યની ભાવના નહોતા રાખતા. શિવાજીની પૈતૃક સંપતિ બીજાપુરના સુલતાન દ્વારા શાસિત દક્કનમાં હતી. તેમને મુસલમાનો દ્વારા કરવામાં આવતુ દમન અને ધાર્મિક શોષણ એટલુ અસહ્ય લાગ્યું કે 16 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા જ તેમને વિશ્વાસ થઈ ગયો કે હિન્દુઓની મુક્તિ માટે ઈશ્વરે તેમને પસંદ કર્યા છે. તેમના આ જ વિશ્વાસે જીવનભર તેમનું માર્ગદર્શન કર્યું.
શિવાજીની ધરપકડ કરવા માટે જ્યારે મુગલ સલ્તનતનો એક સિપાહી મોકલવામાં આવ્યો ત્યારે શું અંજામ થયો, તે જુઓ આ વીડિયોમાં.
નોટઃ આ વીડિયો કલર્સ પર દર્શાવવામાં આવતા ધારાવાહિક ‘વીર શિવાજી’નો એક હિસ્સો માત્ર છે.સાભારઃયુટ્યુબ