Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Ajab-Gajab >> Interesting
 

એ રાષ્ટ્રપતિનું ડેથ માસ્ક મોત પહેલા જ તૈયાર થઈ ગયુ હતું!

 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:51 PM [IST](12/02/2012)
 
 
 
 
 
અબ્રાહમ લિંકનની આ વાતો કોઈને ખબર નહીં હોય

લિંકનનું ડેથ માસ્ક તેની હત્યા પહેલા જ બનાવી દેવામાં આવ્યું હતું

અબ્રાહમ લિંકનનો વંશવેલો સમાપ્ત થઈ ગયો છે


યુનાઇટેડ સ્ટેટ્સના સોળમા પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનનો જન્મ 12 ફેબ્રુઆરી, 1809ના રોજ થયો હતો અને 15 એપ્રિલ 1865ના રોજ તેમણે દેહ છોડ્યો હતો. આજે અમે અહીંયા અબ્રાહમ લિંકનના કેટલાંક એવા રહસ્યો પરથી પડદો ઉઠાવી રહ્યા છીએ, જે ભાગ્યે જ કોઈને ખબર હશે.

*અબ્રાહમ લિંકનની માતા નેન્સીનું મોત 1818માં મિલ્ક સિકનેસના કારણે થયું હતું. ટ્રીમેટોલ ટોક્સિન ધરાવતું દૂધ પીવાથી આ સમસ્યા ઊભી થાય છે. માતાના મોત વખતે હિટલરની ઉંમર માત્ર 9 વર્ષ જ હતી.

*અબ્રાહમ લિંકન એકમાત્ર એવા અમેરિકી પ્રેસિડન્ટ છે, જેઓ પેટન્ટ ધારક છે. દરિયામાં બોયાઓને તરતા રાખવા માટેના ઉપકરણની શોધ માટે તેમને 22 મે, 1849ના રોજ પેટન્ટ આપવામાં આવી હતી.

*જાણીતા એક્ટર એડવિન બૂથે અબ્રાહમ લિંકનના દીકરા રોબર્ટ લિંકનનો જીવ બચાવ્યો હતો. લોકોના એક ટોળાએ રોબર્ટ જ્યારે ગાડીમાં સૂતો હતો, ત્યારે તેની કાર ટ્રેનના પાટા પર ચડાવી દીધી હતી, પરંતુ ટ્રેન આ કાર પરથી ફરી વળે તે પહેલા જ એડવિને રોબર્ટને કારમાંથી બહાર ખેંચી લીધો હતો.

*અબ્રાહમ લિંકનનું ડેથ માસ્ક તેની હત્યા પહેલા જ બનાવી દેવામાં આવ્યું હતું. તેનું પ્રથમ માસ્ક શિકાગોમાં એપ્રિલ 1860માં લિયોનાર્ડ વોક દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેનો ફેસ કાસ્ટક્લાર્ક મિલ્સ દ્વારા ફેબ્રુઆરી 1865માં વોશિંગ્ટન ડીસીમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

*અબ્રાહમ લિંકનનો વંશવેલો સમાપ્ત થઈ ગયો છે. 1984માં અબ્રાહમ લિંકનના પ્રપૌત્ર રોબર્ટ લિંકન બેકવિથનું મોત થયું હતું, તે પછી તેનો કોઈ ઉત્તરાધિકારી રહ્યો નથી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

Jism 2
उफ ये गरमी....!
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.