23 દિવસ સુધી આ જનાબે જેલમાં રહેવુ પડ્યુ હતું
25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના શિંદેની છાવણીમાં જન્મેલા અટલ બિહારી વાજપેયી 87 વર્ષના થઈ ચૂક્યા છે. રાજકારણમાંથી સંન્યાસ લઈ ચૂકેલા વાજપેયીની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત 1942માં થઈ હતી. આઝાદીના ભારત છોડો આંદોલનમાં તેમની ધરપકડ થઈ હતી.23 દિવસ સુધી તેમણે જેલમાં રહેવુ પડ્યુ હતું. આ પછી ભારતીય જનસંઘના શ્યામાપ્રસાદ મુખર્જીના તેઓ અનુયાયી બની ગયા હતા.
1957માં તેઓ પહેલી વખત લોકસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા.તેમની ભાષણકળાને જોતાં પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ તેમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. તે સમયે જ તેમણે એ ભવિષ્યવાણી કરી હતી કે વાજપેયી એક દિવસ પ્રધાનમંત્રી બનશે. આ પછી આવુ ખરેખર બન્યું અને વાજપેયી 3 વખત પ્રધાનમંત્રી બન્યા.
વાજપેયી 1977માં જનતા સરકારમાં વિદેશી મામલાઓના મંત્રી હતા. તેઓ પહેલા એવા વ્યક્તિ હતા, જેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. અટલ સારા કવિ પણ છે. તેમની 51 કવિતાઓનો એક સંગ્રહ છપાઈ ચૂક્યો છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે