Advertisement
Home >> Ajab-Gajab >> Na Hoy >> This Mosquito No Sucking The Blood Of Humans

આ છે એક એવું અનોખું મચ્છર, જે લોકોનું લોહીં નથી ચૂસતું

Agency | Jun 25, 2012, 10:34AM IST
 
 

ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ મચ્છરની એક એવી પ્રજાતી શોધી કાઢી છે જેને પહેલી વખત ઈંડા આપવા માટે અન્ય પ્રજાતિયોની વિરૂદ્ધમાં લોહીં ચૂસવાની જરૂર નથી પડતી.

વૈજ્ઞાનિકોએ તેનું નામ ક્યૂલેક્સ મોલેસ્ટસ રાખ્યું છે. આ પ્રજાતિની માદાઓ પોતાના શરીરના પોષક તત્વોનો ઉપયોગ ઈંડા આપવામાં કરે છે. આ ક્ષમતા ઑટોજેની કહેવાય છે. અન્ય પ્રજાતીના મચ્છરોને ઈંડા આપવા પહેલા લોહીંની જરૂર પડે છે.

- આ પ્રજાતીના મચ્છરો મોટે ભાગે જમીન અંદર રહેલી ટાંકીઓ, પાઇપોમાં પોતાનું ઘર બનાવે છે.
- આંપણે ભૂગર્ભ જળ સંગ્રહ વ્યવસ્થાની ડિઝાઈનીંગ કરચા સમયે મચ્છરોના જોખમને ધ્યાનમાં રાખીએ.


નવા શોધવામાં આવેલા આ પ્રજાતીના મચ્છરો મોટે ભાગે જમીન અંદર રહેલી ટાંકીઓ, પાઇપોમાં પોતાનું ઘર બનાવે છે. રિસર્ચરોએ જોયું કે આ પ્રજાતીના મચ્છરો તળાવ, જળાશયો અને કાદવની જગ્યાએ ભૂમિગત જીવન પ્રત્યે અનુકૂળ રહે છે.

યૂનિવર્સિટી ઑફ સિડની મેડિકલ સ્કૂલના જીવવૈજ્ઞાનીક અને રિસર્ચ ટિમના પ્રમુખ કૈમરૂન વેબ પ્રમાણે "ક્યૂલેક્સ મોલેસ્ટસમાં કેટલીય ચોંકાવનારી બાબતો છુપાયેલી છે. તેઓએ જણાવ્યું કે જો કોઈ માદાને લોહીંનો આહાર આપવામાં આવે તો તે ત્યાં સુધી નથી ડંખ મારતી જ્યાં સુધી તે ઈંડા ના આપી દે."

કૈમરૂન પ્રમાણે આ રિસર્સનો એક મહત્વપૂર્વ નિષ્કર્ષ એ છે કે આંપણે ભૂગર્ભ જળ સંગ્રહ વ્યવસ્થાની ડિઝાઈનીંગ કરચા સમયે મચ્છરોના જોખમને ધ્યાનમાં રાખીએ. તેમણે જણાવ્યું કે આ પ્રજાતીની શોધમાં તેઓએ બે વર્ષ ખર્ચ કરી દીધા.

આ શોધ જર્નલ ઑફ વેક્ટર ઈકોલોજીમાં પ્રકાશિત થઈ છે. એવું માનવામાં આવે છે કે ક્યૂલેક્સ મોલોસ્ટસ વર્ષ 1940ના દાયકામાં અમેરિકન સૈનિકો સાથે અહીં આવ્યા.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
 
 
 

Your Opinion
 
 
Code:
1 + 8

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment