ભારતના 'પાતાળ'માં સ્થિત ગામ, જ્યાં ક્યારેય નથી પડતી સવાર!

નૉલેજ પેકેજ સ્વરૂપે આજે અમે તમને પ્રકૃતિના ખોળામાં સ્થિત એક એવા અદભુત ગામ અંગે જણાવી રહ્યાં છે જેના અંગે ભાગ્યે જ તમે જાણતા હશો. કિસ્સાઓમાં તો તમે મોટે ભાગે પાતાળ અંગે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વાસ્તવીક જીવનમાં પાતાળને જોયું છે ? તો આ જાણીને તમને ખુશી થશે કે આંપણા જ દેશમાં એક એવું સ્થાન છે જે પાતાળનું બીજુ સ્વરૂપ છે. આ અદભુત સ્થળનું નામ છે પાતાળકોટ.
- મધ્યપ્રદેશના છિંદવાડાથી આશરે 78 કિમી દુર સ્થિત આ સ્થળ 12 ગામોનું એક સમૂહ છે
- આ અવિચારશીલ સ્થળના બે-ત્રણ ગામ તો એવા છે જ્યાં આજે પણ જવુ અશક્ય છે.
- જ્યાં મેઘનાથ, ભગવાન શિવની આરાધના કરીને પાતાળ લોકમાં ગયા હતા.
- જે કેટલાય પ્રકારના જીવલેણ રોગોની સરળતાથી સારવાર કરી શકે છે.
નામથી જ સ્પષ્ટ છે કે આ પાતાળમાં સ્થિત થયેલુ છે. મધ્યપ્રદેશના છિંદવાડાથી આશરે 78 કિમી દુર સ્થિત આ સ્થળ 12 ગામોનું એક સમૂહ છે. પ્રકૃતિના ખોળે રમતું આ પાતાળકોટ સાતપુડાના પહાડો વચ્ચે 3000 ફુટ ઉંચી પર્વતમાળાઓથી ત્રણેય દિશાઓ વચ્ચે ઘેરાયેલુ છે. આ અવિચારશીલ સ્થળના બે-ત્રણ ગામ તો એવા છે જ્યાં આજે પણ જવુ અશક્ય છે. એવુ માનવામાં આવે છે કે આ ગામોમાં ક્યારેય સવાર નથી પડતી.
પૌરાણિક કથાઓ પ્રમાણે આ તે જ સ્થળ છે, જ્યાં મેઘનાથ, ભગવાન શિવની આરાધના કરીને પાતાળ લોકમાં ગયા હતા. આટલું જ નહીં અહીંના સ્થાનિક લોકો આજે પણ શહેરની ઝાકમઝોળથી દુર છે. તેઓને તો સમગ્ર રીતે એ પણ નથી જાણ કે શહેર જેવી કોઈ વસ્તુ પણ હોય. પાતાળકોટમાં એવી અસરકારક ઝડીબુટ્ટીઓ છે, જે કેટલાય પ્રકારના જીવલેણ રોગોની સરળતાથી સારવાર કરી શકે છે. અહીના સ્થાનિક લોકો આ જ ઝડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.






