૩૪ વર્ષીય બેને ૨૦૦૯માં જૂની સ્કીથી સ્પીડ સ્કીઇંગ શરૂ કર્યુ હતું
બ્રિટનના સ્પીડ સ્કીયર બેન હેડલી સ્પીડનો ૧૩૦ માઇલ પ્રતિકલાકનો રેકર્ડ તોડવાનું સપનું જોતા હતા. આથી તેઓ વિન્ડ ટનલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. પર્વતવાળા ઢોળાવ પર સૌથી વધુ ઝડપ મેળવવા માટે તેમણે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના વૈજ્ઞાનિકો પણ નિયુકત કર્યા છે.
એ એરોડાયનામિકસના જાણકારો તેમના પ્રદર્શનને સુધારવા માટે વિન્ડ ટનલની પ્રેકિટસના ડેટા ભેગા કરે છે અને તેનું આકલન કરે છે. તેમને વિશ્વાસ છે કે, બેનની શારીરિક સ્થિતિમાં સામાન્ય ફેરફાર તેમની સ્પીડ વધારીને તેમને આગામી વલ્ર્ડકપની રેસમાં નંબર વનની પોઝિશનમાં પહોંચાડી દેશે.
૩૪ વર્ષીય બેને ૨૦૦૯માં ઇ-બેથી ૧૫૦ પાઉન્ડમાં ખરીદેલી જૂની સ્કીથી સ્પીડ સ્કીઇંગ શરૂ કર્યુ હતું. જાન્યુઆરી-૨૦૧૦માં પહેલીવાર તેમણે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે