તમને આ વેરવિખેર સામાન કચરાનો ઢગલો લાગતો હશે, પરંતુ તેના પડછાયામાં પણ હકીકત છુપાયેલી છે. બ્રિટનના ટિમ નોબલ અને સુએ વેબસ્ટરે સાવચેતીથી કચરાના ઢગલામાં ૩ડીનો ઢગલો કર્યો. ત્યાર બાદ તેના પર લાઇટના પ્રકાશ વડે આવો પડછાયો તૈયાર કર્યોહતો.
તેમાંના એક પડછાયામાં તેઓ પોતે જ આરામથી સિગારેટ ફૂંકતા અને દારૂ પી રહેલા જોવા મળે છે. બંનેએ ચેલ્ટેનહેમ આટર્ કોલેજ અને લિસેસ્ટર પોલિટેક્નિકમાં શિક્ષણ મેળવ્યું છે.
લંડન પહેલાં તેઓ બ્રેડફોર્ડમાં કામ કરતા હતાં. તેમની મુલાકાત ૧૯૮૬માં નોટિંગઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં ફાઇન આટર્ સ્ટુડન્ટ તરીકે થઈ હતી. તેઓ કહે છે કે, અમારી કળાના બે પ્રકાર છે. એક રોશની અને બીજો અંધકારમાં છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે