વાત વર્ષ 1928ની. તે સમયે ભારત અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલું હતું. અહીંના સામાજિક-આર્થિક અર્થતંત્રને તેમણે પોતાનાનુકૂળ બનાવી દીધું હતું. અંગ્રેજો દ્વારા દેશનું શોષણ ચરમસીમાએ પહોંચી ગયું હતું એ વાતથી સૌ કોઈ વાકેફ છે. એક સમયે વૈભવ અને સુખનો પર્યાય ગણાતા રજવાડા પણ તે સમયે સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હતા. જાણે કે ભારતીય સંસ્કૃતિ ઉપર એક પ્રકારનું જોખમ મંડરાવા લાગ્યું હતું.
આજ થી 85 વર્ષ પહેલા ભારતની સ્થિતિ કેવી હતી? તે સમયે કેવો દેખાતો હતો આજનો આધૂનિક ભારત દેશ? તે સમયે લોકો કેવા દેખાતા હતા તેમનો પહેરવેશ કેવો હતો ? કિલ્લા, મકાનો અને મંદિરોનું બાંધકામ કેવું હતું ? આ પ્રશ્નોના જવાબ તમને આગળ આપેલી સ્લાઇડમાં જોવા અને જાણવા મળશે..