પ્રેગનન્સી રોકવાનું આ અભિયાન પહેલેથી જ વિવાદોમાં રહ્યું છે
સાઉથહેમ્પ્ટનની એક 13 વર્ષીય છોકરીએ ખૂલાસો કર્યો છે કે સ્કૂલમાં તેના શરીર પર ગર્ભનિરોધક લગાવવામાં આવ્યું હતું, જેના પછી તેના શરીરમાં સેક્સ કરવાની વધારે પડતી ઈચ્છા જાગૃત થઈ ગઈ છે. છોકરીએ જણાવ્યું હતું કે આ ગર્ભનિરોધક તેના માતા-પિતાની જાણકારી બહાર લગાવવામાં આવ્યું છે. જો કે ગર્ભનિરોધક લગાવાયા છતાં તે છોકરી વિચલિત થઈ નથી.
આ કિશોરી એ 33 સ્કૂલગર્લ્સમાંથી એક છે, જેમને ટીનેજ પ્રેગનન્સી રોકવાના એક સરકારી અભિયાન અંતર્ગત ગર્ભનિરોધક લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ અભિયાન પહેલેથી જ વિવાદોમાં રહ્યું છે.
આ છોકરીએ પોતાનું મૌન તોડતાં જણાવ્યું છે કે ગર્ભનિરોધક લગાવવું તેના માટે સારુ સાબિત થઈ શકે છે, પરંતુ તે લગાવાયા પછી તેને પોતાના બોયફ્રેન્ડ સાથે સેક્સ કરવાની ઈચ્છા એકદમ તીવ્ર બનતી જાય છે. આ મામલે કિશોરીની માનું કહેવું છે કે વાલીની જાણ બહાર સ્કૂલમાં માઇનર સર્જીકલ દ્વારા ગર્ભનિરોધક લગાવવું એ નૈતિકતાની વિરુદ્ધ છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે