કચરાના ઢગલામાંથી કળાકૃતિઓ ઊભી કરવી તો કોઈ આમની પાસેથી શીખે.
બ્રિટનના ટિમ નોબલ અને સુએ વેબસ્ટરે સાવચેતીપૂર્વક કચરાના થ્રીડી ઢગલા ભેગા કર્યા અને તેના પર લાઇટ મારીને રસપ્રદ પડછાયા તૈયાર કર્યા છે. તેમાંથી એકમાં તેઓ પોતે આરામથી બેસીને સિગરેટ અને વાઇન પીતા જોવા મળે છે. બંનેએ ચેલ્ટનહેમ આર્ટ કોલેજ ઓફ લિસેસ્ટર પોલીટેક્નિકમાંથી શિક્ષણ લીધુ છે.
લંડન પહેલા તેઓ બ્રેડફોર્ડમાં કામ કરતા હતા. તેમની મુલાકાત 1986માં નોટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ સ્ટુડન્ટ તરીકે થઈ હતી. તેઓ કહે છે કે તેમની કળાના બે પાસે છે એક અજવાળુ તો બીજુ અંધારું.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે