PHOTOS: ભારતની 5 સૌથી મોટી દેહ મંડી, જ્યાં ભરાય છે 'જિસ્મ'નું બાઝાર

ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે-સાથે દેહ વ્યાપાર પણ સમગ્ર દુનિયામાં ચરમસીમાએ પહોંચ્યો છે. પોસ્ટ મોડર્ન સોસાયટીમાં દેહ વ્યાપારનાજુદા-જુદા સ્વરૂપો પણ સામે આવી રહ્યાં છે. રેડ લાઇટ વિસ્તારમાંથી નીકળીને દેહ વ્યાપાર હવે મસાજ પાર્લરો અને એસ્કાર્ટ સર્વિસ સ્વરૂપે ઉછરી રહ્યો છે.
- દેહ વ્યાપાર દુનિયામાં વર્ષોથી ચાલ્યા આવતા ધંધાઓમાંથી એક છે
- ગુલામ વ્યવસ્થાઓમાં ગુલામોના માલિકો ગણિકાઓ રાખતા
- રાજાઓએ અંગ્રેજોને ખુશ કરવા માટે તવાયફોને ભેટ સ્વરૂપે પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું
- કોઠાઓમાંથી નીકળીને દેહ વ્યાપારનો આ ધંધો હવે વેબસાઇટ્સ સુધી પહોંચી ગયો છે
દેહ વ્યાપારનો આ ધંધો કમાણીનો ચોખ્ખો રસ્તો બની ગયો છે. ગરીબ અને વિકાસશીલ દેશો જેવા કે ભારત, થાઈલેન્ડ, શ્રીલંકા, અને બાંગ્લાદેશ વગેરે જેવા દેશોમાં સેક્સનું ચલણ પણ વધતુ જોવા મળી રહ્યું છે.
દેહ વ્યાપાર દુનિયામાં વર્ષોથી ચાલ્યા આવતા ધંધાઓમાંથી એક છે. બેબીલોનના મંદિરોથી લઈ ભારતના મંદિરો સુધી દેવદાસી પ્રથામાં દેહવ્યાપારનું આદિમ સ્વરૂપ જોવા મળે છે. ગુલામ વ્યવસ્થાઓમાં ગુલામોના માલિકો ગણિકાઓ રાખતા, ઉપરાંત તેઓએ કોઠાઓ પણ ખોલી રાખ્યા હતા.
ત્યારે આ ગણિકાઓ સંપત્તિ અને તાકાતનું એક પ્રતિક માનવામાં આવતી હતી. મુગલોના રાજમાં સેંકડો મહિલાઓ રહેતી. જ્યારે અંગ્રેજોએ ભારત ઉપર અધિકાર જમાવ્યો, ત્યારે આ ધંધાનું સ્વરૂપ બદલાવા લાગ્યું. રાજાઓએ અંગ્રેજોને ખુશ કરવા માટે તેમની સામે તવાયફોને ભેટ સ્વરૂપે પ્રસ્તુત કરવાનું શરૂ કર્યું.
જુના જમાનાઓના કોઠાઓમાંથી નીકળીને દેહ વ્યાપારનો ધંધો હવે વેબસાઇટ્સ સુધી પહોંચી ગયો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના મુદ્દે અસમર્થ પોલીસ માટે પણ આ નેટવર્ક્સને ખુલ્લા પાડવા પણ મુશ્કેલ બની રહ્યાં છે. આવી ડઝનો વેબસાઇટ્સ ઉપર હાઈપ્રોફાઇલ કોર્લ ગર્લ્સના ઉત્તેજક ફોટોગ્રાફ્સ, ફોન નંબર અને અહીંયા સુધી કે તેમના ભાવ પણ લખેલા હોય છે. અહીં સુધી કે તેમા કોલેજ ગર્લ્સ, મૉડલ્સ અને ટીવી-ફિલ્મોની અભિનેત્રીઓ પણ પુરી પાડવાના દાવા કરવામાં આવે છે.







