3500 વર્ષ પહેલાના એક શિલાપટ્ટના અનુવાદ દ્વારા આ વાત સામે આવી છે
પ્રાચીન મેસોપોટેમિયાઈ સભ્યતાના લોકોની દૈનિક ગતિવિધિઓમાં સેક્સ, રાજકારણ અને બીયર પીવુ એ પ્રાથમિકતાના વિષયો હતા. આશરે 3500 વર્ષ પહેલાના એક શિલાપટ્ટના અનુવાદ દ્વારા આ વાત સામે આવી છે. આ પાટ પર મેસોપોટેમિયાઈ સંસ્કૃતિના લોકોના દૈનિક જીવન સાથે સંબંધિત કોયડાઓ પણ લખવામાં આવેલા છે.
આ લખાણ જોઈને લાગે છે કે સંભવતઃ તે કોઈ વિદ્યાર્થીએ જ લખ્યું છે. ઉલ્લેખનીય છે કે મેસોપોટેમિયાને સભ્યતાની જનની માનવામાં આવે છે. અનુવાદ કરનારા સંશોધકોએ જણાવ્યું છે કે આવે કીલાક્ષર લિપિનો ઉપયોગ કરીને અક્કાદી ભાષામાં લખવામાં આવ્યું છે, જે બેબીલોનિયાઈ સભ્યતાના લોકો વાપરતા હતા.
લાઇવસાયન્સે હીબરુ યુનિવર્સિટીના પુરાતત્વ વિજ્ઞાન સંસ્થાનના પ્રોફેસર અને આ અભ્યાસના સંશોધક નાથન વોસ્સરમેનના હવાલાથી જણાવ્યું હતું કે આ એક દુર્લભ રચના છે. તેના જીવનના અનેક પાસા એવા છે, જેને આપણે આજે પણ અપનાવીએ છીએ. તે સમયના દૈનિક જીવનમાં જે પ્રાથમિકતા હતી, તે આજના સમાજમાં બુરાઈ છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે