11 મિનિટ સુધી આ દ્રશ્યો જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત, તસવીરો
bhaskar.com
| Jun 04, 2012, 09:11AM IST

વિદિશા. મઘ્યપ્રદેશના વિદિશામાં તે સમયે લોકોમાં એ સમયે ભારે કુતુહલતાભર્યો માહોલ સર્જાયો જ્યારે તેઓએ નાગ-નાગણના જોડાને પ્રણયલીલામાં મગ્ન જોયા.
11 મિનિટ સુધી ચાલેલા આ દ્રશ્ય જોનારો દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત હતો. નાગ-નાગણ પણ લોકોની ભીડથી અજાણ પ્રણયપ્રક્રિયામાં વ્યસ્ત જોવા મળ્યા.
આ વાત વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ અને આસ-પાસના લોકો આ દુર્લભ દ્રશ્યને જોવા ત્યાં પહોંચી ગયા. તસવીરોમાં તમે પણ જુઓ આ દુર્લભ દ્રશ્યને.





