અરે..અરે..અરે, આ ટેણીયું જુઓ તો કેમ ખુશ-ખુશ થઈ ગયું

તમને આ વીડિયો જોઈને ચોક્કસ આશ્ચર્ય થશે કે એક માતા-પિતા પોતાના બાળકને ફ્રૂટ બિયર પીવડાવતા શીખવાડે ખરા? જીહાં, અહીં આ બાળક ફ્રૂટ બિયરની એક ઘૂંટ પીઇને પોતાની ખુશીને જે રીતે વ્યક્ત કરી રહ્યો છે એ જોઈને આંપણને પણ હસવું આવી જાય.
આ દરેક માતા-પિતા માટે યાદગાર ક્ષણ હોઈ શકે જ્યારે તેમનું સંતાન સૌથી પહેલું પગલું ભરે, પહેલો શબ્દ બોલે, તેની શાળાનો પહેલો દિવસ વગેરે..
અને હવે આંપણે યૂટ્યૂબનો આભાર માનવો જોઈએ કે તેના માધ્યમથી એક માતાપિતાએ તેમના બાળકની પહેલી વખતે ફ્રૂટ બિયર પિયને વ્યક્ત કરેલી ખુશીને દુ્નિયાની સામે મુકી છે. james77vbનામના એક યુઝર્સે યૂટ્યૂબ ઉપર પોસ્ટ કરેલા આ 47 સેકન્ડના વિડિયોમાં એક સ્વિટ ટેણીયો જેનું નામ છે નોહ્સ, ફ્રૂટ બિયર પી રહેલો દર્શાવાયો છે.
વીડિયોમાં તમે જોઈ શકશો કે તેને આ ફ્રૂટ બિયર એટલી પસંદ આવી ગઈ કે તેણે પોતાના નાના હાથને ઉંચા કરી તેના માતાપિતા પાસે ફરી એક વખત ઘૂંટ આપવાની માંગણી પણ કરી લીધી.
આ jamest77vbના નામથી વીડિયો પોસ્ટ કરનાર માતાપિતાએ એમ પણ લખ્યું છે કે આ બિયરમાં આલ્કોહોલ નથી હોતું, અને આ માત્ર તેની સાથે એક ઘણી ખુશી માટેની ક્ષણ છે, અમે તેને આ આદત પડવા દઈશું નહીં. (વીડિયોઃ યૂટ્યૂબ)





