વિશ્વયુદ્ધમાં પોતાની સેવા આપવા માટે તેને સિટિઝન સર્વિસ મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યો હતો
આ કોઈ કલ્પના નહીં, પણ હકીકત છે. ઈતિહાસમાં એક એવો વાંદરો થઈ ગયો,જેણે વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો અને મેડલ પણ જીત્યુ હતું. દક્ષિણ આફ્રિકાની ત્રીજી ટ્રાન્સવોલ રેજિમેન્ટના આ બહાદુર વાંદરાનુંનામ જેકી હતું. તેનો માલિક આલ્બર્ટ જ્યારે સેનામાં દાખલ થયો તો આ વાંદરાને પણ પોતાની સાથે રાખવાની અનુમતી તેને મળી ગઈ હતી.
આલ્બર્ટની સાથે જેકી પણ એ જવાનો વચ્ચે લોકપ્રિય બન્યો હતો. જેકીની સાંભળવા અને જોવાની તાકાત, સાથે જ તેના સારા વ્યવહારને જોઈને તેને આર્મીના જવાનનો ડ્રેસ પણ આપવામાં આવ્યો હતો અને ટોપી પણ. જેકીને આર્મીમાં કોરપોરલનું પદ આપવામાં આવ્યું હતું.
ઈજિપ્ત સામે 1916ના યુદ્ધમાં આલ્બર્ટ જ્યારે ઘાયલ થયો તો જેકી ડોક્ટરને ત્યાં પણ તેની દેખભાળ કરતો હતો. જેકી હમેશા રેજિમ્ન્ટનો હિસ્સો પણ બની રહ્યો હતો. તે નિયમિત પરેડમાં ભાગ લેતો હતો. યુદ્ધના મેદાનમાં પણ તે હમેશા ફ્રન્ટલાઇનમાં જ રહેતો હતો.
યુદ્ધમાં જેકી પોતાનો એક પગ ખોઈ બેઠો હતો. તેને ખાસ્સી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા મળી હતી. 31 જુલાઈ, 1920ના વિશ્વયુદ્ધમાં પોતાની સેવા આપવા માટે તેને સિટિઝન સર્વિસ મેડલથી પણ સમ્માનિત કરવામાં આવ્યો હતો.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે