આ કહાણી એક અમેરિકન ડોક્ટરની છે, જે પોતાના સમયમાં એક જાણીતા ફિઝિશિયન હતા. તેમનું નામ હતું થોમસ સેવાલ. ઓગસ્ટ 1812માં હાવર્ડ મેડિકલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી તેઓ મેડિસિનની પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.
મેસાચુએટ્સમાં 1819માં તેની કબરમાંથી કેટલીય લાશો ચોર્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તે ચોરાયેલી લાશોમાંથી કેટલીક તો તેના દર્દીઓની જ હતી. થોમસ તે લાશોને ચીરી ફાડીને રિસર્ચ કરતા હતા.
આરોપ સાબિત થયા બાદ તેમને મેસાચુએટ્સ છોડવા પર મજબૂર થવુ પડ્યું હતું. તેઓ વોશિંગ્ટન જતા રહ્યા હતા અને 1825માં કોલમ્બિયન કોલેજના મેડિકલ ડિપાર્ટમેન્ટમાં એનાટોમીના પ્રોફેસર બન્યા હતા.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે 1827માં તેમણે કોલેજના સ્ટુડન્ટ્સના નૈતિક આચરણ પર લાંબુ ભાષણ પણ આપ્યુ હતું, જેમાં તેમણે કબરમાંથી લાશ ચોરાયાની કોઈ વાત કરી નહોતી.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે