અત્યારે આ વ્યક્તિને જામીન પર જેલમાંથી મુક્તિ મળી ગઈ છે
સિંગાપોરની કોર્ટે ગયા ગુરુવારે એક વ્યક્તિને પૈસા આપીને ઓછી ઉંમરની યુવતી સાથે સેક્સ કરવાના મામલે દોષી જાહેર કરવામાં આવ્યો છે.
ડેઇલીચિલી વેબસાઇટ પાસેથી મળતી માહિતી પ્રમાણે 51 વર્ષીય જોસેફ કોહ પોંગ થાએએ 5 નવેમ્બર, 2001માં એક 17 વર્ષીય યુવતીને સેક્સ માટે 1210RM આપ્યા હતા.જોસેફે ગેલાંગ રોડ ખાતેની એક હોટલમાં યુવતી સાથે સેક્સ માણ્યું. જોસેફે નવેમ્બર મહિનામાં જ એક વખત ફરીથી તે યુવતીને 242RM આપ્યા હતા અને સેક્સ માણ્યું હતું.
અત્યારે તો જોસેફ જામીન પર જેલમાંથી મુક્ત છે. અદાલતે દોષીને યુવતીનો સંપર્ક ન કરવાની ખાસ સૂચના આપી છે.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે