ઈંગ્લેન્ડના નોરફોકમાં નગ્ન થઈને બેઠેલા આ જનાબ છે, માર્ટિન ફોક.
34 વર્ષના માર્ટિન ફોક મેડિટેશન કરી રહ્યા છે. હિન્દુસ્તાનમાં લોકો તેને ધ્યાન-યોગ કહે છે.
મેડિટેશનના માધ્યમથી આ જનાબ -4 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં બેસી શક્યા છે. તેમણે માત્ર એક લોઅર જ પહેરી રાખ્યું છે.
પાણી શૂન્ય ડિગ્રી તાપમાન પર બરફ બની જાય છે અને તેના કરતા પણ 4 ડિગ્રી ઓછા તાપમાનમાં બેસીને માર્ટિન મેડિટેશનની શક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે.
આટલી ઠંડી સહન કરવા માટે માર્ટિન માનસિક તાકાતનો સહારો લે છે. આ એક અતિશય જૂની કળા છે, જેને નિંજુત્સુ કહેવામાં આવે છે. માર્ટિન જણાવે છે કે આ કળાની સાધના માટે એકદમ શાંત જગ્યાની જરૂર હોય છે.આવી જ એક શાંત જગ્યા પર બેઠેલા માર્ટિનનો વીડિયો...