ચીનના આ દ્રશ્યો જોયા પછી કહેજો, આને ક્રૂરતા કહેવાય કે ક્રિએટિવિટી!

ચીનમાં સરકારે બેઘર અને ગરીબ ભિખારીઓ રોડ ઉપર સુવે નહીં, એ માટે એક અનોખો નુસખો શોધી કાઢ્યો છે. ત્યાના રસ્તાઓ અને પુલની નીચે આ પ્રકારના અણીદાર પત્થરો લગાવી દેવાયા છે, જેથી ત્યાં કોઈ પણ બેઘર વ્યક્તિ સુઈ શકે નહીં.
અહીં તમારી સામે જે તસવીરો અમે પ્રસ્તુત કરી છે, તે ઇન્ટરનેટ ઉપર આવ્યા બાદ ત્યાં ખાસ્સો હોબાળો ઊભો થયો છે. ત્યાના સ્થાનિક પ્રશાસનના આ પગલાથી લોકોમાં ખાસ્સો રોષ ફેલાઈ ગયો છે. ત્યાની જનતાનું માનવું છે કે બેઘર લોકો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવાની જગ્યાએ આ પ્રકારનું અમાનવીય પગલું ભરવું એ યોગ્ય નથી.
બ્યૂરો ઑફ સિટી મેનેજમેન્ટ, બ્યૂરો ઑફ ટ્રાન્સપોર્ટેશન અને બ્યૂરો ઑફ કન્સ્ટ્રક્શને પણ આ કામની જવાબદારી માથે લેવાથી હાથ ઉંચા કરી દીધા છે. જેના કારણે આ પત્થરોને લગાવવા પાછળનું ખરું કારણ જાણી શકાયું નથી.
તસવીરોમાં જુઓ કેવી રીતે લગાવી દેવાયા છે પુલની નીચે આ અણીદાર પત્થરોને..






