
બીભત્સ અને અમાનવીય રિવાજના કારણે આ ફેસ્ટિવલ ખાસ્સો ચર્ચામાં છે
ગઈ 28 જાન્યુઆરીના રોજ વિએતનામના બેક નિન્હ વિસ્તારના નેમ ઠુઆંગ ગામમાં દર વર્ષની જેમ એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા વર્ષ (લ્યુનર)નું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે લ્યુનર વર્ષના પાછલા મહિનાના છઠ્ઠા દિવસે આ તહેવાર મનવવામાં આવે છે, જેના બીભત્સ રિવાજના કારણે આ ફેસ્ટિવલ ખાસ્સો ચર્ચામાં છે.
આ વિવાદિત અનુષ્ઠાનમાં જીવતા સુવરને કાપી નાંખવામાં આવે છે. હજારો લોકોની સામે આ આ જીવતા સૂવરને કાપવાનો રિવાજ ખાસ્સો અમાનવીય લાગે છે.
કેટલાંય લોકો આની નિંદા પણ કરી ચૂક્યા છે. લોકોની માન્યતાના કારણે આ અનુષ્ઠાનનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
તમારો મતઃ દુનિયાના કેટલાય દેશોમાં પશુઓ સાથે અમાનવીય વ્યવહાર કરતા રીત-રિવાજો આજે પણ ચલણમાં છે. શું તમને નથી લાગતું કે પશુઓ સાથેના આ અમાનવીય વ્યવહારને આકરી રીતે બંધ કરવા જોઈએ? ધાર્મિક માન્યતાઓના આધારે તેમને આમ ચાલતા રહેવા દેવા જોઇએ? નીચે આપેલા ફીડબેક બોક્સમાં તમારો મત સંયમિત ભાષામાં મોકલી આપો.