આ પહેલાં પણ તે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીતી ચૂકી છે
એક હાથથી ભાલો ફેંકવા પહેલાં બીજા હાથ વડે બેલેન્સ બનાવવું પડે છે
બ્રિટનની હોલી અર્નોલ્ડને જન્મથી જ એક હાથ ન હતો. પરંતુ તેણે કયારેય તેને પાતાની કમજોરી માની ન હતી. હવે ૧૭ વર્ષની થઈ ચૂકેલી હોલીએ પ્રોસ્થેટિક આર્મ લગાવી દીધો છે. હવે તેણે ૨૦૧૨ લંડન પેરાલેમ્પિકમાં ભાગ લેવાની તૈયારી પણ કરી લીધી છે. આ પહેલાં પણ તે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીતી ચૂકી છે.
હોલી જેવલિન થ્રોની ખેલાડી છે. આ રમતમાં ખેલાડીએ એક હાથથી ભાલો ફેંકવા પહેલાં બીજા હાથ વડે બેલેન્સ બનાવવું પડે છે. પરંતુ તેનો તો જમણો હાથ જ નથી. તેની ૪૭ વર્ષીય મા જિલ કહે છે કે, મને મારી દીકરી પર ગર્વ છે. તેણે પોતાના હાથને કયારેય પોતાની નબળાઈ માની નથી.
જિલ જયારે ૨૦ અઠવાડિયાંની ગર્ભવતી હતી ત્યારે સ્ક્રેનિંગ દ્વારા તેને જાણ થઈ હતી કે, જન્મ લેનારા બાળકને એક હાથ જ નથી. તેમ છતાં જન્મ વેળા તેને કોઈ સમસ્યા નડી ન હતી.
વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે